September 20, 2024

Haryana Elections: BJPના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, 40 નેતાઓના નામ

Haryana Elections: ભારતીય જનતા પાર્ટીએ હરિયાણામાં યોજાનાર વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે પોતાના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ઼્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી, મનોહરલાલ ખટ્ટર, શિવરાજ સિંહ ચૌહાણ, ધર્મેન્દ્ર પ્રધાન, પીયૂષ ગોયલ, અર્જુન રામ મેઘવાલ, હરદીપ સિંહ પુરી, રાવ ઈંદ્રજીત સિંહ અને કૃષ્ણપાલ ગુર્જર સહિત ઘણા કેન્દ્રીય મંત્રિયો આ લિસ્ટમાં સામેલ કરાયા છે.

સીએમ યોગી, હિમંત બિસ્વા, ભજનલાલ અને પુષ્કર સિંહનું પણ નામ
હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની અને હરિયાણા પ્રદેશ ભાજપ અધ્યક્ષ મોહનલાલ બડૌલીની સાથે જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આસામના સીએમ હિંમત બિસ્વા સરમા, રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્મા, મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવ, ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીને પણ ભાજપાએ સ્ટાર પ્રચારક બનાવ્યા છે.

આ પણ વાંચો: હવે પેસેન્જર ટ્રેન પણ સુપરફાસ્ટ, 3 હજાર વંદે ભારત મેટ્રો દોડાવાશે; ગુજરાતથી શરૂઆત

વસુંધરા રજે અને સ્મૃતિ ઈરાની
પાર્ટીએ રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી દીયા કુમારી, પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, સ્મૃતિ ઈરાવી તથા સંજીવ બાલિયાન, રાજસ્થાનની પૂર્વ સીએમ વસુંધરા રાજે સિંધિયા, હિમાચલ પ્રદેશના પૂર્વ સીએમ જયરામ ઠાકુર, ત્રિપુરાના પૂર્વ સીએમ બિપ્લબ કુમાર દેબ, સતીશ પુનિયા, સુરેન્દ્ર સિંહ નાગર, સુધા યાદવ, કિરણ ચૌધરી, મનોજ તિવારી, નવીન જિંદલ, અશોક તંવર, કુલદીપ બિશ્નોઈ, ફિલ્મ અભિનેક્ષી અને સાંસદ હેમા માલિની અને પહેલવાન બબીતા ફોગાટને પણ 40 સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ કર્યા છે. તમને જણાવી દઈએ કે, હરિયાણામાં 5 ઓક્ટોબરે મતદાન થવાનું છે અને 8 ઓક્ટોબરે મતગણના થશે.