October 19, 2024

આરોગ્ય વિભાગની જાહેરાત, 2256 જગ્યાઓ પર કરાર આધારિત ભરતી કરશે

ગાંધીનગરઃ રાજ્યના આરોગ્ય વિભાગે મહત્વની જાહેરાત કરી છે. કરાર આધારિત નર્સની જગ્યાઓ ભરવાની જાહેરાત કરી છે. 2256 જેટલી જગ્યાઓ માટે નર્સની કરાર આધારિત ભરતી થશે.

CSC સહિત PSC, ડિસ્ટ્રીક હોસ્પિટલ, સબ ડિસ્ટ્રીક હોસ્પિટલમાં ખાલી જગ્યાઓ પર નર્સની ભરતી થશે. 11 માસના કરાર આધારિત ભરતી થશે. તાજેતરમાં સરકાર હોસ્પિટલમાં 1903 જેટલી નર્સની જગ્યાઓ ભરવાની જાહેરાત કરી છે. હાલ કાયમી 1903 ભરતી પ્રક્રિયા આરંભ કરી છે.

ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી કામ કરાર આધારિત નર્સની ભરતીનો નિર્ણય લેવામાં આવ્યો છે. કાયમી નર્સની ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે. ત્યારબાદ કરાર આધારિત નર્સનો કરાર પૂર્ણ થતાં તેમને મુક્ત કરવામાં આવશે. જરૂરિયાત મુજબ ઉત્તમ કામગીરી કરનારા અમુક નર્સનો કરાર રીન્યૂ કરવામાં આવશે.