September 27, 2024

બાળમંદિરમાં આરોગ્ય સબ સેન્ટર! અલગ બિલ્ડિંગની માગ વર્ષોથી અધૂરી

દશરથસિંહ રાઠોડ, અમરેલી: ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય લક્ષી સુવિધાઓ છેવાડાના ગામ સુધી મળી રહે તેવી વાતો કરવામાં આવે છે. આજે પણ દાતાઓ દ્વારા બનાવવામાં આવેલ બાળમંદિરમાં આરોગ્ય સબ સેન્ટર ચાલી રહ્યા છે. ગ્રામજનો આરોગ્ય બિલ્ડિંગની વર્ષોથી માગ કરી રહ્યા છે.

સાવરકુંડલા તાલુકાનું મોટા ભમોદરા ગામ અંદાજિત 3500ની વસ્તી ધરાવતું ગામ છે. આ ગામના વતની અમેરિકા સ્થિત સવાણી પરિવાર દ્વારા ગામના બાળકો માટે બાળ મંદિર બનાવી આપેલ છે મોટા ઝિંઝૂડા પી.એસ.સી નીચે આવતું ભમોદ્રા ગામનું આરોગ્ય સબ સેન્ટર આ બાળ મંદિરમાં ના મકાનમાં વર્ષોથી બેચે છે ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરી ને સબ સેન્ટર માટે જગ્યા ફાળવી દેવામાં આવી છે છતાં સરકારશ્રી દ્વારા આજ દિવસ સુધી બિલ્ડિંગ બનાવમાં આવેલ નથી આ ગામના દાતા દ્વારા આરોગ્ય સબ સેન્ટર માટે પલગ સહિત ફાળવામાં આવ્યા છે ત્યારે ગ્રામજનો ની માગ છે વહેલી તકે આ સબ સેન્ટર માટે બિલ્ડિંગ ફાળવવામાં આવે

મોટા ભમોદરા ગામનું આરોગ્ય સબ સેન્ટર 2008 થી દાતાઓ દ્વારા બનાવવામાં આવેલ બાળ મંદિરમાં 15 વર્ષથી બેસે છે 2022 માં ગામના સરપંચ પ્રતિનિધિ દ્વારા આજ ગામમાં પીએસસી સેન્ટર માટે આસપાસના 17 ગામોના સરપંચોના લેટરપેડ ઉપર ગાંધીનગર આરોગ્ય મંત્રી સમક્ષ પીએસસી સેન્ટરની માંગ આગેવાનો દ્વારા કરવામાં આવી હતી પરંતુ પીએસસી સેન્ટર તો હજુ સુધી આપવામાં આવ્યું નથી ત્યારે હાલમાં આરોગ્ય સબ સેન્ટર નું બિલ્ડિંગ ની માગ ગ્રામજનો વારંવાર કરી રહ્યા છે ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરી આરોગ્ય સબ સેન્ટર માટે જગ્યા ફાળવી દેવામાં આવી છે છતાં આજ દિવસ સુધી સબ સેન્ટર માટે બિલ્ડિંગ આપવામાં આવેલ નથી ગામના દાતા દ્વારા બાળ મંદિર બનાવી આપેલ છે તેમાં ગામની આંગણવાડી અને સબ સેન્ટર બને ચાલે છે વહેલી તકે આરોગ્ય સબ સેન્ટર માટે બિલ્ડિંગ ફાળવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

સરકાર આરોગ્ય લક્ષી સેવાઓની મોટી મોટી વાતો કરે છે ત્યારે વરવી વાસ્તવિકતા કંઈક અલગ ભમોદરા ગામમાં જોવા મળી રહી છે આરોગ્ય સબ સેન્ટર તો આ ગામમાં ચાલુ છે પરંતુ આરોગ્ય સબ સેન્ટર માટેનું બિલ્ડીંગ જ નથી ત્યારે ના છૂટકે દાતાઓ દ્વારા બનાવામાં આવેલ બાળમંદિરના મકાનનો સહારો આ આરોગ્ય સબ સેન્ટરને લેવાનો વારો આવ્યો છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ગ્રામજનોની માંગ આ સરકાર ક્યારે સાંભળશે એ આવનારો સમય બતાવશે.