November 22, 2024

ચેન્નાઈમાં ભારે વરસાદ, મોડી રાતે ડે.સીએમ ઉદયનિધિએ કર્યું નિરીક્ષણ; શાળા-કોલેજ બંધ

 Tamil Nadu: તમિલનાડુમાં ભારે વરસાદને લઈને મોડી રાત્રે તમિલનાડુના ડેપ્યુટી સીએમ ઉધયનિધિ સ્ટાલિન ચેન્નાઈમાં શેરીઓની મુલાકાત કરી અને પલ્લીકરનાઈ – કોવિલમ્બક્કમ વચ્ચેના નારાયણપુરમ તળાવ વિસ્તારનું નિરીક્ષણ કર્યું. વરસાદના કારણે સરકાર એલર્ટ થઈ ગઈ છે. તેમજ શાળા-કોલેજો પણ બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે રાજ્યના સીએમ એલર્ટ થઈ ગયા છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ રાજ્યમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની સંભાવના છે. તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને સોમવારે ભારે વરસાદને કારણે ઉભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા માટે અધિકારીઓ દ્વારા લેવામાં આવેલી તૈયારીઓ અને પગલાંની સમીક્ષા કરી હતી.

સીએમ સ્ટાલિને અધિકારીઓને 15 ઓક્ટોબરથી ચેન્નાઈ, તિરુવલ્લુર, કાંચીપુરમ અને ચેંગલપટ્ટુ જિલ્લામાં શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવાનો નિર્દેશ આપ્યો છે. ઉપરાંત, IT કંપનીઓ માટે એક એડવાઈઝરી જારી કરવામાં આવી છે કે તેઓ તેમના કર્મચારીઓને 15 ઓક્ટોબરથી 18 ઓક્ટોબર સુધી ઘરેથી કામ કરવાની મંજૂરી આપે.

 

મુખ્યમંત્રીએ સૂચના આપી
ભારે વરસાદના સંદર્ભમાં સીએમ સ્ટાલિને નિર્દેશ આપ્યો કે NDRF અને તમિલનાડુ ડિઝાસ્ટર ફોર્સને તમિલનાડુના જે વિસ્તારોમાં વરસાદથી અસર થઈ શકે છે ત્યાં અગાઉથી તૈનાત કરવામાં આવે. સીએમએ કહ્યું કે, જે જગ્યાએ પૂરની સંભાવના છે ત્યાં રેસ્ક્યુ બોટ તૈનાત કરવામાં આવશે. તેમજ રાહત શિબિરો પણ તૈયાર કરી દેવામાં આવી છે.

વરસાદને પહોંચી વળવા કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે?
સીએમ સ્ટાલિને કહ્યું કે ભારે વરસાદને કારણે રાજ્યમાં આવશ્યક ચીજવસ્તુઓની કોઈ અછત ન થવી જોઈએ. તમિલનાડુમાં વરસાદના કારણે સર્જાયેલી હાલાકીનો સામનો કરવા માટે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ડેપ્યુટી સીએમ ઉધયનિધિ સ્ટાલિન, રાજ્યના મંત્રીઓ, મુખ્ય સચિવ એન મુરુગાનંદમ, ડીજીપી શંકર જીવાલ અને વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી.

આ બેઠક દરમિયાન ગ્રેટર ચેન્નઈ કોર્પોરેશનના અધિકારીઓએ કોઈપણ પ્રકારની ઈમરજન્સી માટે 57 ટ્રેક્ટર અને 36 બોટ તૈયાર કરી છે. તેમજ જો પૂરની સંભાવના હોય તો 169 રાહત કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે. ચાર જિલ્લાના કલેક્ટરે કહ્યું કે તેઓ પૂરને કારણે ઊભી થનારી પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

તમિલનાડુની સાથે તેના પડોશી શહેરો આંધ્રપ્રદેશ અને પોંડુચેરીમાં પણ ભારે વરસાદની સંભાવના છે. આ કારણે અરક્કોનમ (તામિલનાડુ)થી રાષ્ટ્રીય આપત્તિ બચાવ દળની ત્રણ ટીમો બચાવ કામગીરી માટે પુડુચેરી પહોંચી ગઈ છે.