July 2, 2024

Sri Lankaમાં ભારે વરસાદથી વિનાશ, 10ના મોત 6 લોકો ગુમ

શ્રીલંકા: ભારતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીના કારણે લોકોના મોતના આંકડા પણ સામે આવી રહ્યા છે. તો  બીજી બાજૂ શ્રીલંકામાંભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં વરસાદના કારણે અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે. 400 મકાનોને નુકસાન થયું છે. તમને જણાવી દઈએ કે વરસાદે ભારે તબાહી મચાવી છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને આજના દિવસે શાળાઓ બંધ રાખવામાં આવી છે. ઘણી જગ્યાએ ભૂસ્ખલન પણ થયું છે.

હવામાનની સ્થિતિ
અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે પૂર અને વરસાદ સંબંધિત અન્ય ઘટનાઓમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. અંદાજે 6 લોકો ગુમ થયા છે. શિક્ષણ મંત્રાલયે કહ્યું કે શાળાઓ ફરીથી ખોલવા અંગેનો નિર્ણય હવામાનને જોઈને કરવામાં આવશે. રવિવારથી મુશળધાર વરસાદે ઘણા સ્થળોએ મોટા પાયે વિનાશ કર્યો છે. ભારે વરસાદના કારણે ખેતર અને રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા છે.

આ પણ વાંચો: મેક્સિકોમાં આજે ચૂંટણી, દેશને પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ મળે તેવી શક્યતા

400 મકાનોમાં નુકશાન
ગઈ કાલે રવિવારે રાજધાની કોલંબો અને દૂરના રતનપુરા જિલ્લામાં 6 લોકોના ધોવાણ અને ડૂબવાને કારણે મૃત્યુ થયા હતા. સોમવાર સુધીમાં, 5,000 થી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 400 મકાનોમાં નુકશાન થયું છે. પીડિતોને બચાવવા માટે આર્મીના જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. મધ્યમાં ભારે ચોમાસાનો વરસાદ થયો હતો. તે સમયે પણ અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. આવનારા સમયમાં મોતનો આંકડો વધી શકે છે. કારણ કે હજૂ પણ ઘણા લોકો ગુમ છે.