September 8, 2024

24 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાશે: અંબાલાલ

ગાંધીનગર: દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં બારે મેઘ ખાંગા થયા છે ત્યારે ગુજરાતના માથે વધુ એક વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે. જેના કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે બંગાળના ઉપસાગરમાં થયેલ સિસ્ટમ ગુજરાતમાં ભારે વરસાદ બનેશે અને 24 જુલાઈ સુધીમાં દ.ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ત્યાં જ ભારે વરસાદને પગલે દક્ષિણ ગુજરાતમાં પુરની સ્થિતિ સર્જાઈ શકે છે.

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના જુનાગઢ ,પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં 7 ઇંચથી વધુ વરસાદની શક્યતા છે. જામનગરના ભાગોમાં પાંચ ઈંચ જેટલો વરસાદ પડવાની શક્યતા છે. તો ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. ત્યાં જ આ દરમિયાન રાજ્યના વરસાદથી વંચિત વિસ્તારોમાં પણ વરસાદ પડશે.

આ પણ વાંચો: પોરબંદરમાં અતિવૃષ્ટિ જેવા દ્રશ્યો, વરસાદી આફતે લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા

વધુમાં અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, પંચમહાલ, સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે ત્યાં જ કચ્છના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. બીજી તરફ 26 અને 30 જુલાઈના રોજ બંગાળના ઉપસાગર સિસ્ટમ બનશે, જેના પગલે ગુજરાતમાં વરસાદ આવશે. ઑગસ્ટ મહિનામાં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.

દેવભૂમિ દ્વારકા અને પોરબંધરમાં મેઘરાજાની ધડબડાટી
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં દેવભુમિ દ્વારકામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. દેવભુમિ દ્વારકામાં સૌથી વધુ સાડા 14 ઈંચ વરસાદ નોંધાયો છે. અહીં રોડ-રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે તો શાળાઓમાં પણ જાહેર રજા આપી દેવામાં આવી છે.દેવભુમિ દ્વારકામાં અવિરત વરસાદના કારણે લોકોના ઘર અને દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે. બીજી તરફ પોરબંદરમાં 10 ઈંચ નોંધાયો છે. પોરબંદરમાં પણ ધોધમાર વરસાદના કારણે લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. ત્યાં જ કેશોદમાં સવા 8 ઈંચ, વંથલીમાં 7 ઈંચ, કલ્યાણપુર-ઉમરગામાં 6-6 ઈંચ વરસાદ, ઉમરગામમાં સાડા 6 ઈંચ, ખંભાળિયામાં પોણા 5 ઈંચ, રાણાવાવમાં સાડા 4 ઈંચ, વલસાડમાં સવા 4 ઈંચ, પારડી અને મેંદરડા તાલુકામાં પોણા 4 ઈંચ વરસાદ, જૂનાગઢ તાલુકા અને શહેરમાં સાડા 3 ઈંચ વરસાદ, કાલાવાડ અને વાપી તાલુકામાં સાડા 3 ઈંચ વરસાદ, માળિયા હાટીના અને ઉપલેટા તાલુકામાં 3 ઈંચ, માણાવદર અને ભેસણ તાલુકામાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે.