May 12, 2024

Go Firstને મોટો ઝટકો, હાઈકોર્ટે તમામ વિમાનોના રજિસ્ટ્રેશન કર્યા રદ

અમદાવાદ: દિલ્હી હાઈકોર્ટે તરફથી એરલાઈન્સ Go Firstને મોટો ઝટકો આપ્યો છે. દિલ્હી હાઈકોર્ટે નાગરિક ઉડ્ડયન નિયામક DGCAએ આદેશ આપ્યો કે આવનારા પાંચ દિવસની અંદર એરલાઈન્સ દ્વારા ભાડામાં લીધેલા તમામ વિમાનોના ડીરજિસ્ટ્રેશનની અરજી કરવામાં આવે. આ સાથે કોર્ટે સંકટમાં રેલી એરલાઈન્સ ગો ફર્સ્ટને ઉડાન પણ પ્રતિબંધ લગાવ્યો છે. હાઈકોર્ટે આદેશ મુજબ ગો ફર્સ્ટે ભાડા પર લીધેલા તમામ 54 વિમાનોને પર કરવાના રહેશે.

તમામ 54 વિમાનોનું રજિસ્ટ્રેશન રદ
કોર્ટે આ મામલાથી જોડાયેલા તમામ 54 વિમાનોના રજિસ્ટ્રેશનને કેન્સલ કરવાનો આદેશ આપ્યો છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, Go Firstના તમામ વિમાનોનું સંચાલન કોર્ટે દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે. આ આદેશને પરત કરવા માટે એરલાઈન્સ પાસે કોઈ રસ્તો બાકી રહ્યો નથી. આથી તેની તમામ સેવાઓ એક ઝાટકે બંધ થઈ છે.

આ પણ વાંચો: સુરેન્દ્રનગર 400 દિવ્યાંગ-અશક્ત મતદારોએ ઘરેથી વોટ આપ્યો

આ વેપારીઓએ કરી હતી અરજી
મહત્વનું છે કે, આ આદેશ એ સમયે આવ્યો છે જ્યારે પેમ્બ્રોક એવિએશન, એક્સીપિટર ઈન્વેસ્ટમેન્ટ એર ક્રાફ્ટ 2, Eos એવિએશન અને SmBs એનિએશન સહિત વિમાનને ભાડે આપેલા માલિકોએ વિમાનને પાછા મેળવવા માટે મે 2023માં દિલ્હીની હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. શરૂઆતમાં DGCAએ કહ્યું કે, પ્રતિબંધના કારણે વિમાનોને લઈને કોઈ નોટિફિકેશન જાહેર નહી કરી શકાય. એ બાદ કોર્ટોના નિર્ણયની રાહ જોવાઈ રહી હતી.

ગો ફર્સ્ટ માટે બે કંપનીઓ મેદાને
મહત્વનું છે કે કોર્ટના આ કેસની વચ્ચે ગો ફર્સ્ટ માટે એક સ્પાઈસજેટના પ્રમુખ અજય સિંહના ગ્રુપ દ્વારા અને શારજાહ સ્થિત સ્કાઈ વન દ્વારા બોલી લગાવવામાં આવી હતી. અજય સિંહ અને BG B એરવેઝે એરલાઈન્સ માટે 1,600 કરોડ રુપિયાની બોલી લગાવી છે, પરંતુ એરલાઈન્સના લેણદારો દ્વારા હજી સુધી નક્કી નથી કરવામાં આવ્યું કે કોની ઓફરને એક્સેપ્ટ કરવામાં આવે.