ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનની ઉચ્ચસ્તરીય બેઠક મળી, રૂ. 247 કરોડના કામોને CMની મંજૂરી

ગાંધીનગર: ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનની ઉચ્ચસ્તરીય બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં મળી હતી. આ બેઠકમાં રાજ્યના મહત્વપૂર્ણ માર્ગોના વિકાસ માટે રૂ. 247 કરોડના વિવિધ કામોને મુખ્યમંત્રીએ મંજૂરી આપી હતી.
અમદાવાદ-વિરમગામ-માળીયા રસ્તા પર શાંતિપૂરાથી ખોરજ સેકશનને રૂ.800 કરોડના અંદાજીત ખર્ચે સિક્સ લેન કરવાની મંજૂરી મળી છે. નમો શક્તિ એક્સપ્રેસ વે તથા અમદાવાદ-સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ-વે વગેરેની કામગીરી માટે દિશાનિર્દેશો આપ્યા હતા. જમીન સંપાદન અને ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ પ્રક્રિયામાં ઝડપ અને યોજનાઓ સમયસર શરૂ થાય તેવા આયોજન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચનો આપ્યા હતા.