December 17, 2024

ચીનમાં ભારે વરસાદના કારણે હાઈવે તૂટી પડ્યો, 36 લોકોના મોત

ચીન: હાલમાં ચીનમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે હાઈવે તૂટી પડ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. જેમાં 23થી વધારે વાહનો ફસાઈ ગયા છે. આ દુર્ઘટનામાં 36 લોકોના મોત થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે 30થી વધારે લોકો ઘાયલ થયા છે.

ભારે વરસાદ પડી રહ્યો છે
દક્ષિણ ચીનમાં ભારે વરસાદને કારણે એક હાઇવેનો એક ભાગ તૂટી પડ્યો હતો. આ સમયે મેઇઝોઉ શહેરના વહીવટીતંત્રે માહિતી આપતા જણાવ્યું કે બુધવારે અંદાજે 2 વાગ્યાના હાઇવેનો 17.9 મીટર લાંબો ભાગ તૂટી પડ્યો હતો. સરકારી આંકડા પ્રમાણે 30 લોકો ઘાયલ થયા છે. છેલ્લા 2 અઠવાડિયાથી વરસાદ પડી રહ્યો છે. પ્રાંતીય રાજધાની ગુઆંગઝૂમાં તોફાનમાં 5 લોકોના મોત થયા હતા.

આ પણ વાંચો: અમેરિકામાં ગોલ્ડી બ્રારની હત્યા! સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસનો હતો માસ્ટરમાઇન્ડ

જોરદાર અવાજ સાંભળ્યો
વરસાદને કારણે હાઇવેની રસ્તાનો એક ભાગ પણ અંદર ઘૂસી ગયો હતો. પ્રત્યક્ષદર્શીઓએ સ્થાનિક મીડિયાએ આપેલી માહિતી અનુસાર અચાનક જોરદાર અવાજ સાંભવ્યો હતો. વીડિયો અને તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે બનાવ સમયે ધુમાડો અને આગ જોવા મળી હતી. આ સાથે વાહનોના ઢગલા જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે વાવાઝોડાને કારણે 140થી વધુ ઈમારતોને નુકસાન થયું છે. ચીનના સરકારી મીડિયામાં જાહેર થયેલી તસવીરો જોઈને તબાહીની કલ્પના કરવી મુશ્કેલ ન હતી. કોરોના સમયથી આવી આફતો ખુબ આવી રહી છે. સતત લોકોના આકસ્મિક રીતે મોત થઈ રહ્યા છે.