May 15, 2024

હિમાચલની સરકાર પડી ગઈ, પણ હરિયાણાની ખબર નહીં: CM ખટ્ટર

Rajya Sabha Election: હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકારને લઈને મોટું નિવેદન આપ્યું છે. વિધાનસભામાં કટ મોશન મોશન પર ચર્ચા દરમિયાન મુખ્યમંત્રીએ એક ટિપ્પણીમાં કહ્યું કે ‘હિમાચલ પ્રદેશની સરકાર પડી ગઈ છે, પરંતુ હરિયાણાની ખબર નથી.’ રાજ્યસભાની ચૂંટણી બાદ હિમાચલ પ્રદેશમાં હલચલ વધી ગઇ છે.

નોંધનીય છે કે રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના 9 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ રાજ્યની સુખુ સરકાર પર પણ સંકટના વાદળો ઘેરાઈ ગયા હતા. આ દરમિયાન હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરે મોટું નિવેદન આપ્યું છે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર હરિયાણા ગૃહમાં બજેટ ઉપર આપવામાં આવેલા કટ મોશન પર વાત કરી રહ્યા હતા. ત્યાં વિપક્ષે કહ્યું કે કટ મોશન પર તો સરકાર પણ પડી જાય છે. ત્યારે સીએમ મનોહર લાલે આના જવાબમાં કહ્યું કે, ‘હિમાચલમાં તો પડી ગઇ છે હરિયાણાની ખબર નહીં.’

ક્રોસ વોટિંગ બાદ કોંગ્રેસ સરકાર પર ખતરો
હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણી દરમિયાન ક્રોસ વોટિંગ બાદ કોંગ્રેસ સરકાર જોખમમાં હતી. રાજ્યની વિધાનસભામાં કોંગ્રેસ પાસે 40 ધારાસભ્યો છે પરંતુ રાજ્યસભાની ચૂંટણીમાં માત્ર 34 ધારાસભ્યોએ પાર્ટીના સમર્થનમાં મતદાન કર્યું હતું. છ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. ત્યારથી ભાજપ સતત કહી રહ્યું છે કે કોંગ્રેસ સરકારે રાજ્યમાં બહુમતી ગુમાવી દીધી છે. ભાજપે પણ સીએમ સુખુના રાજીનામાની માંગણી શરૂ કરી દીધી છે.

‘ભગવાન પણ સરકાર બચાવી શકતા નથી’
એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે કટ મોશનને લઈને લંચ બ્રેક બાદ ફરી સદનમાં હંગામો થયો હતો. વોઈસ વોટ દ્વારા કટ મોશન પર ભાજપે નારાજગી વ્યક્ત કરી અને સરકાર પર ડિવિઝન વોટથી બચવાનો લગાવ્યો આરોપ લગાવ્યો હતો અને કહ્યું કે કોંગ્રેસે વિશ્વાસ ગુમાવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, ‘ભગવાન પણ સરકારને બચાવી શકતા નથી.’

કોંગ્રેસ સરકારે બહુમતી ગુમાવી
હિમાચલ પ્રદેશ વિધાનસભામાં આજે અરાજકતા ફાટી નીકળી હતી જ્યારે ભાજપના જય રામ ઠાકુરની આગેવાની હેઠળના વિપક્ષે આરોગ્ય વિભાગમાં કટ મોશન પર વિભાજન મતની માંગ કરી હતી. વિપક્ષે દાવો કર્યો હતો કે સુખવિંદર સિંહ સુખુના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારે 68 સભ્યોના ગૃહમાં બહુમતી ગુમાવી દીધી છે.