February 16, 2025

હિંમતનગરના મોતીપુરા સર્કલ પાસે ABVP અને નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ

સાબરકાંઠા: સરકાર સામે વિદ્યાર્થીઓએ પોતાનો રોષ ઠાલવ્યો છે. હિંમતનગર ઉમાશંકર બ્રીજ મોતીપુરા સર્કલ પાસે ABVP અને નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ કર્યો હતો. નર્સિંગના વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો. એસ.સી અને એસ.ટીના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ બંધ કરાતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.

સ્કોલરશીપ બંધ કરાતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ
ABVP વિદ્યાર્થી પરિષદે હિંમતનગર બાયપાસ રોડ પર દેખાવો કર્યો હતો. સૂત્રોચ્ચાર દ્વારા વિરોધ નોંધાવ્યો હતો. 70 હજારથી 1 લાખ સુધીની સ્કોલરશીપ બંધ કરાઈ હતી. વિદ્યાર્થીઓની હાલત કફોડી બની હતી. એસ.સી અને એસ.ટી વિદ્યાર્થીઓની સ્કોલરશીપ બંધ કરાઈ છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ ચક્કાજામ કર્યું હતું. ભારે સૂત્રચાર કરતા અને વિરોધ દર્શાવતા વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી હતી. હિંમતનગર પોલીસે વિદ્યાર્થીઓની અટકાયત કરી છે.