December 18, 2024

હિંમતનગર: ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર કિન્નરે ભર્યું નગરપાલિકાના પ્રમુખનું ઉમેદવારી પત્ર

હિંમતનગર: ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમવાર નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી તરીકે એક કિન્નર એ ફોર્મ ભર્યું છે. નગરપાલિકામાં સમાન દૃષ્ટિએ જોવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક શિક્ષિત કિન્નરે ઉમેદવારીનું ફોર્મ ભર્યું છે.

ગુજરાતના ઇતિહાસમાં કિન્નરે નગરપાલિકાના પ્રમુખ પદનું ઉમેદવારી પત્ર ભર્યું છે. હિંમતનગર નગરપાલિકામાં પ્રમુખના ઉમેદવાર તરીકે શિક્ષિત કિન્નરે આ વખતે પ્રમુખ તરીકે ઉમેદવારી નોંધાવી છે. જેમાં સૂત્રો દ્વારા માહિતી મળી છે કે, તેમનું ત્રીજા સ્થાને નામ હોઈ શકે છે, જોકે સામાન્ય માણસની અંદર કિન્નર એટલે કે જે લોકોને આશીર્વાદ આપતા હોય અને દેવીનું સ્વરૂપ ગણવામાં આવે છે. હિંમતનગર નગરપાલિકામાં ચૂંટણી પહેલા એક નવો કિસ્સો જોવા મળ્યો હતો. જેમાં ‘સોનલ દે’ જે કિન્નર તો છે, પરંતુ સાથે સાથે શિક્ષિત પણ છે. સોનલ દે બીએનો અભ્યાસ પણ કરી રહ્યા છે અને સાથે સાથે તેમણે લોકો પણ એટલા જ નજીકથી ઓળખે છે. કિન્નર હોવા છતાં પણ કેટલાય લોકોની સમાજસેવા કરવાની તૈયારીઓ કરી છે. હાલમાં પણ તેઓ કેટલીય સમાજ સેવાઓ કરી રહ્યા છે. હાલમાં તો ઘરે ઘરે દરેક લોકોના સંપર્કમાં જઈને આશીર્વાદ આપતા હોય છે.