July 2, 2024

Mexicoમાં રચાયો ઈતિહાસ, પહેલીવાર મહિલા બનશે રાષ્ટ્રપતિ, જાણો કોણ છે ક્લાઉડિયા શેનબૌમ

Mexico: મેક્સિકોના ઈતિહાસની સૌથી ચૂંટણીમાં દેશને પ્રથમ વખત મહિલા રાષ્ટ્રપતિ મળવા જઈ રહ્યા છે. આ વખતે પ્રમુખ પદ માટે ત્રણ ઉમેદવારો પૈકી બે મહિલા ઉમેદવારો મેદાનમાં હતા. રવિવારે મતદાન થયા પછી મીડિયા આઉટલેટ્સ અને શાસક પક્ષે ક્લાઉડિયા શેનબૌમને મેક્સિકોની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજેતા જાહેર કર્યા.

ટેલિવિઝન આઉટલેટ્સ NMAS અને El Financiero ના પરિણામોએ ક્લાઉડિયા શેનબૌમ માટે વિજય દર્શાવ્યો હતો. જોકે આઉટલેટ્સે હજુ સુધી આંકડા જાહેર કર્યા નથી. શાસક મોરેના પક્ષના વડા મારિયો ડેલગાડોએ મેક્સિકો સિટીમાં સમર્થકોની ભીડ સમક્ષ જાહેરાત કરી હતી કે શેનબૌમ વિશાળ માર્જિનથી જીત્યા છે.

મેક્સિકોના પ્રથમ મહિલા પ્રમુખ કોણ છે?
દેશની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવા જઈ રહેલી શેનબૌમ એક વૈજ્ઞાનિક, એન્જિનિયર અને મેક્સિકો સિટીના ભૂતપૂર્વ મેયર છે. શેનબૌમ વર્તમાન રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોરની નજીક માનવામાં આવે છે. તેઓ તેમની લોકપ્રિય વિચારધારાથી ખૂબ પ્રભાવિત છે અને તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન તેમની લોકપ્રિય નીતિઓને આગળ ધપાવવાનું વચન આપ્યું છે.

શેનબૌમ સામે ચૂંટણી લડનાર બીજા મહિલા ઉમેદવાર Xochitl ગાલ્વેઝ હતા. જે એક બિઝનેસવુમન અને ભૂતપૂર્વ સેનેટર હતા જે ચૂંટણીમાં બીજા ક્રમે રહ્યા હતા. ત્રીજા પુરુષ ઉમેદવાર જોર્જ અલ્વારેઝ ત્રીજા સ્થાને રહ્યા છે.

મેક્સિકોના રાષ્ટ્રપતિ પદ માટેની આ ચૂંટણી સૌથી લોહિયાળ સંઘર્ષ રહી છે. શુક્રવારે એક કાઉન્સિલર ઉમેદવાર, જોર્જ હ્યુર્ટા કેબ્રેરાની ચૂંટણી રેલીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મતદાન પહેલાં ઉમેદવારોની હત્યાની સંખ્યા 37 થઈ ગઈ હતી. કેબ્રેરાના મૃત્યુ બાદ આ ચૂંટણી દેશમાં સૌથી વધુ હત્યાઓ સાથેની ચૂંટણી બની છે. 2021ની ચૂંટણીમાં 36 ઉમેદવારોની હત્યા કરવામાં આવી હતી.