February 22, 2025

મોડાસા પંથકમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં ફરી હોર્ડિંગ લાગ્યા

અરવલ્લી: અરવલ્લીના મોડાસા ગ્રામ્ય પંથકમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં ફરી હોર્ડિંગ લાગ્યા છે. ભવાનપુર પાટિયા અને લીંભોઈ ગામના પ્રવેશદ્વાર પર મોટા હોર્ડિંગ્સ લાગતા તર્ક-વિતર્ક સર્જાયા છે. એક વરઘોડામાં DJ સંચાલકનો પણ સમર્થનમાં આજીવન રહેવા કહેતો હોવાનો વીડિયો વાયરલ થયો છે.

‘WE SUPPORT BZ’ લખાણ સાથે હોર્ડિંગ્સ લગાવાયા છે. બે દિવસ પહેલા રિક્ષા પાછળ પણ ‘WE SUPPORT BZ’ બેનર જોવા મળ્યા હતા. પોન્ઝિ સ્કીમના આરોપમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ જેલમાં હોવા છતાં સમર્થનના હોર્ડિંગ્સ લાગ્યા છે.