ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એરફોર્સના 8માં વાર્ષિક સ્મારક વ્યાખ્યાન કાર્યક્રમમાં કહ્યું, આ ત્રણ વર્ષ ડ્રગ્સ પકડવામાં સુવર્ણ કાળ માનવામાં આવશે

Harsh Sanghavi: ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એરફોર્સના 8માં વાર્ષિક સ્મારક વ્યાખ્યાન કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે. એરફોર્સના અધિકારીઓને ગુજરાતના સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા આમંત્રણ આપ્યું હતું.

આ પણ વાંચો: મહેમદાવાદમાં અપક્ષ ઉમેદવારના પતિ અને નાયબ મામલતદાર પ્રચાર કરતા હોય તેવો વીડિયો વાયરલ

ડ્રગ્સ પકડવામાં સુવર્ણ કાળ માનવામાં આવશે
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું. કોસ્ટગાર્ડ, નેવી સહિતની એજંસીઓએ સાથે મળીને ડ્રગ્સના કન્સાઈનમેન્ટ પકડ્યા હતા. ગુજરાત પોલીસે બધી ફોર્સીસ સાથે મળીને કાર્ય કર્યું હતું.પાકિસ્તાનથી આવતા ડ્રગ્સને પાછલા ત્રણ વર્ષમાં રાજ્યની સરકારે કોઈ કેન્દ્રની ફોર્સ સાથે ઓપરેશન કર્યા હોય તે માટે આ ત્રણ વર્ષ ડ્રગ્સ પકડવામાં સુવર્ણ કાળ માનવામાં આવશે.