October 21, 2024

રોહિણી બ્લાસ્ટ અંગે ગૃહ મંત્રાલયે માંગ્યો રિપોર્ટ, NIA કેસની તપાસ કરશે

Delhi Bomb Blast: દિલ્હીમાં દિવાળી પહેલા થયેલા બ્લાસ્ટ બાદ તપાસ એજન્સીઓ હાઇ એલર્ટ પર છે. રોહિણી જિલ્લાના પ્રશાંત વિહાર વિસ્તારમાં આવેલી CRPF સ્કૂલ પાસે થયેલા વિસ્ફોટની તપાસની જવાબદારી હવે કેન્દ્રીય તપાસ એજન્સી (NIA)ને સોંપવામાં આવી છે. આ દરમિયાન, સ્કૂલ બ્લાસ્ટ પર ગૃહ મંત્રાલયે તપાસ એજન્સીઓ પાસેથી બ્લાસ્ટનો રિપોર્ટ માંગ્યો છે.

એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ FIR નોંધવામાં આવી
આ મામલામાં દિલ્હી પોલીસે એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ એફઆઈઆર નોંધી છે. હાલ સ્પેશિયલ સેલ, NIA, CRPF, FSL અને NSG ઘટનાસ્થળે બ્લાસ્ટની તપાસ કરી રહ્યા છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સમગ્ર વિસ્તારને મેપિંગ કરવામાં આવી રહી છે. તમામ દુકાનોના સીસીટીવીની તપાસ કરવામાં આવી રહી છે જેથી બોમ્બ મૂકનાર વ્યક્તિની ઓળખ થઈ શકે. દિલ્હીમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને મોટા બજારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

CRPF ટીમો ગઈ રાત (19 ઑક્ટોબર 2024) થી આજે (20 ઑક્ટોબર) સવારના 9 વાગ્યા સુધી શાળાની આસપાસના કેટલાંક કિલોમીટરના અંતરે આવેલા મોબાઈલ ટાવર પર કેટલા ફોન કૉલ્સ કરવામાં આવ્યા તેનો ડેટા સ્કૅન કરવામાં વ્યસ્ત છે. તેમજ સમગ્ર વિસ્તારનો ડમ્પ ડેટા લેવામાં આવશે, જેથી જાણી શકાય કે ગત રાતથી સવાર સુધી બ્લાસ્ટ સુધી કેટલા ફોન એક્ટિવ હતા. આ પછી, સક્રિય ફોન વિશે માહિતી એકત્રિત કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, તહેવારો દરમિયાન દિલ્હીમાં મોટા આતંકવાદી ષડયંત્રની પોલીસને આગોતરી બાતમી હતી, જેના પછી તમામ જિલ્લાઓને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા. એલર્ટ મુજબ દરેક જગ્યાએ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી. વિસ્ફોટનો અવાજ સાંભળીને સ્થાનિક લોકો ગભરાઇ થઈ ગયા હતા. આ પછી, આકાશમાં સફેદ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા, જેના કારણે આસપાસના વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ ગઈ.