December 17, 2024

ઘરે બનાવો હેર માસ્ક, વાળની ચમક આવશે પાછી

Home Remedies For Dry Hair: શિયાળો આવતાની સાથે જ વાળને લગતી સમસ્યા કે પછી ત્વચાને લગતી સમસ્યા થવા લાગે છે. મોટા ભાગના લોકોને વધારે વાળ સંબંધિત સમસ્યા થાય છે. ત્યારે અમે તમારા માટે વાળ સંબંધિત સમસ્યાને દૂર કરવા માટે હેર માસ્ક લઈને આવ્યા છીએ. આ માસ્ક તમારા વાળને મજબૂત, કાળ, જાડા બનાવવામાં મદદ કરે છે.

દહીંનો માસ્ક
દહીંનો માસ્ક વાળ માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. આ માસ્કમાં તમારે દહીં લેવાનું રહેશે. તેને ભીના વાળમાં લગાવો. આ માસ્કને 20 મિનિટ સુધી રાખો. આ પછી તમારે વાળને શેમ્પૂથી સાફ કરી દો. આ પેસ્ટને અઠવાડિયામાં 3 વાર લગાવો.

એગ હેર માસ્ક
એગ હેર માસ્ક તમારા વાળની મોટા ભાગની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. 2 ચમચી ઓલિવ ઓઈલમાં ઈંડાની જરદી મિક્સ કરો. હવે તમારે તેમાં લીંબુનો રસ ઉમેરવાનો રહેશે. 15 મિનિટ સુધી રાખો. તમારા વાળની ચમક આવશે.

આ પણ વાંચો:શિયાળામાં ચમકી જશે ચહેરો, ગુલાબજળની સાથે આ વસ્તુને કરો મિક્સ

કેળા હેર માસ્ક
કેળા તમારા શરીરની સાથે વાળ માટે ફાયદાકારક છે. વાળની ચમક વધારવા માટે તમે આ હેર માસ્કનો ઉપયોગ કરી શકો છો. આ પેસ્ટ બનાવવા માટે નારિયેળનું તેલ લઈને તેમાં તમારે ઓલિવ તેલ નાંખી કેળા મિક્સ કરીને લગાવો. 5-10 મિનિટ સુધી રહેવા દો