ડલબ સિઝનને કારણે ત્વચા સુકાઈ ગઈ છે? આ કરો ઉપાય

Home Remedy For Soft Skin: હાલ ડબલ સિઝનનો અનુભવ થઈ રહ્યો છે. જેના કારણે તેની અસર ત્વચા પર પડી રહી છે. ત્યારે અમે તમારા માટે થોડી ટીપ્સ લઈને આવ્યા છીએ. સ્નાન કરતા પહેલા આ વસ્તુનો ઉપયોગ કરો.
આ પણ વાંચો: IPL 2025 પહેલા રોહિત શર્મા પરિવાર સાથે ફરી રહ્યો છે માલદીવ, ફોટા થયા વાયરલ
કોમળ ત્વચા માટે ઘરેલું ઉપાય
સ્નાન કરતા પહેલા ચણાના લોટનો ઉપયોગ કરો. ચણાના લોટમાં ક્રીમ ઉમેરો અને તેને ચહેરા પર લગાવો. જો ક્રીમ ન હોય તો દૂધનો પણ ઉપયોગ કરી શકાય છે. ચણાના લોટમાં તમે મધ ઉમેરી શકો છો. ચણાનો લોટ અને ક્રીમ મિક્સ કરીને તેની સારી રીતે પેસ્ટ બનાવી દો. આ પેસ્ટને તમારા હાથથી સારી રીતે ચહેરા પર લગાવો. સ્ક્રબિંગ કરો ચહેરા પર. ચણાના લોટનો ઉપયોગ કર્યા પછી ચહેરા પર સાબુ કે ફેસવોશ ન લગાવો. કોઈ પણ મોઇશ્ચરાઇઝર લગાવો. થોડા જ સમયમાં ત્વચામાં ફરક જોવા મળશે.