December 21, 2024

શિયાળામાં તમારા ત્વચા લાલ રહેતી હોય તો આ કરો ઉપાય

Home Remedy Skin Redness: શિયાળાની સિઝનમાં ઘણા લોકોને ત્વચા લાલ થઈ જવાની સમસ્યા થતી હોય છે. ઘણા લોકો તેને લઈને ચિંતામાં રહેતા હોય છે. પરંતુ તમારી ત્વચાની ચિંતા કરવાની જરૂર નથી. અમે તમને ટીપ્સ જણાવીશું તે તમે ફોલો કરી શકે છે.

રાત્રે સૂતા પહેલા કરો આ કામ

એલોવેરા જેલ લગાવો
ચહેરા પર લાલાશ ઠંડીમાં વધી જાઈ છે તો એલોવેરા જેલ લગાવી શકો છો. ત્વચા જો લાલ થઈ જાય છે તો તેના માટે એલોવેરા વરદાન છે. ચહેરા પરનો સોજો ઘટાડી શકાય છે. ત્વચા પર રહેલી લાલાશને ઠંડક આપે છે. આ ઉપાયો કરવાથી તમે ચહેરા પરની લાલશને દૂર કરી શકો છો.

આ પણ વાંચો: કેવી રીતે સતાધારનો પાડો થયો પીર, જેને મારવા જતા કટરના કટકા થયેલા

હૂંફાળા પાણીથી ચહેરો ધોવો
જો તમારો ચહેરો દિવસ દરમિયાન લાલ થઈ જતો હોય તો અથવા તો સૂજી જાય તો આ સમસ્યાથી રાહત મેળવવા માટે તમારે ચહેરાને હૂંફાળા પાણીથી ધોવાનો રહેશે. આવું કરવાથી લાલાશ ઓછી થશે અને બળતરા ઓછી થશે. આ રીતે તમે તમારા ચહેરાની લાલાશ અને સોજો ઘટાડવામાં મદદ મળી શકે છે.