દિવાળીમાં બનાવો પાટણના ફેમસ રૂપાળા ટેસ્ટી દેવડા, મોઢામાં મૂકતાં જ ઓગળી જશે

Devda Recipe: દિવાળીના તહેવાર પર આપણે અલગ અલગ પ્રકારની મિઠાઈ બનાવીએ છીએ. ત્યારે અમે તમારા માટે “પાટણ ની પ્રખ્યાત મીઠાઈ દેવડાની રેસીપી લઈને આવ્યા છે.  કાઠીયાવાડમાં દેવડાને સાટા કહેવામાં આવે છે. આવો ઘરે કેવી રીતે બનાવશો.

ચાસણી બનાવવાની સામગ્રી

  • 1 બાઉલ માં થોડું પાણી
  • 1 બાઉલમાં ખાંડ

દેવડા બનાવવાની સામગ્રી

  • 1 બાઉલ મેંદો
  • 5 ચમચી ઘી
  • ચપટી સોંડા

દેવડા બનાવવા માટે પહેલા એક બાઉલમાં તમારે મેંદો લેવાનો રહેશે. આ પછી તમારે ચપટી સોંડા તેમાં નાંખવાના રહેશે. બીજા એક બાઉલમાં પાંચ ચમચી ઘી લેવાનું રહેશે. હવે તમારે તેનો લોટ બાંધી લેવાનો રહેશે.

હવે બીજા બાઉલમાં મેંદો લો. તેમાં ચપટી સોંડા નાખી તેમાં પાંચ ચમચી ઘીનું મોણ નાંખવાનું રહેશે. આ બધુ તમારે મિક્સ કરીને લોટ બાંધી લેવાનો રહેશે. હવે આ લોટના નાના નાના લૂવા બનાવી લેવાના રહેશે.

તમે જે લૂવા બનાવ્યા છે તેમાં ચમચીથી કાણા પાડી દો. આ પછી તમારે ગરમ તળવાના ધીમાં તેને તળવા મૂકો.

ધીમાં ગેસ પર લાલ કલર થાય સુધી તળી લો. ગેસ પર નોનસ્ટીક પેન મૂકી તેમાં ખાંડ નાંખો. તેમાં પાણી નાંખો. ફૂલ તાપે પાંચ મિનિટ સુધી હલાવો અને 2 તારની ચાસણી બનાવો.

આ પણ વાંચો: દિવાળીની રજામાં ફરવાનું પ્લાનિંગ હોય તો અમદાવાદથી ફ્લાઈટ ટિકિટ પડશે સસ્તી

હવે તમારે ડીશ લઈને તેના પર ઘી લગાડો. હવે ગરમ ચાસણીમાં આ દેવડા નાંખો. ચમચી થી ચાસણી દેવડા પર નાંખો. તૈયાર છે તમારા દેવડા.