January 1, 2025

Honda Activa-eનું 3 દિવસ પછી શરૂ થશે બુકિંગ, જાણો ફિચર

Honda Activa-e: Hondaએ તાજેતરમાં તેનું પ્રથમ ઇલેક્ટ્રિક સ્કૂટર Activa-eને લોન્ચ કર્યું છે. જોકે તેની કિંમત વિશે કોઈ ખુલાસો કરાયો નથી. કહેવામાં આવી રહ્યું છે કે તેનું બુકિંગ 1 જાન્યુઆરી, 2025થી કરવામાં આવી શકે છે. ડિલિવરી ફેબ્રુઆરીમાં કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો: આ વર્ષે આ દિગ્ગજ ખેલાડીઓએ ક્રિકેટને કહ્યું અલવિદા, સૌથી વધુ ચર્ચા ભારતીય પ્લેયર્સની

આ પ્રકારની બેટરી મળશે
Honda Activa Electric 1.5kWhના 2 પોર્ટેબલ બેટરી પેક સાથે ઓફર કરાશે. જે 102 કિલોમીટરની રેન્જ મળી રહેશે. જે 7.3 સેકન્ડમાં 0-60 કિમી/કલાકની ઝડપ પકડી શકે છે. જેમાં તમને હોમ ચાર્જર આપવામાં આવ્યા છે. 4:30 કલાકમાં 80% સુધી ચાર્જ થઈ શકે છે. કિંમત 90,000 રૂપિયા હોવાની શક્યતા છે. હોન્ડા એક્ટિવા ઈલેક્ટ્રિકનું ઉત્પાદન બેંગલુરુ નજીક નરસાપુરા ફેક્ટરીમાં કરવામાં આવશે.