હોન્ડાની આ કાર આવતા મહિનાથી થશે મોંઘી
Honda Cars India: હોન્ડાની કાર આવતા મહિનાથી મોંઘી થઈ શકે છે. મોડલ રેન્જની કિંમતોમાં રુપિયા 25,000 સુધીનો વધારો કરવામાં આવી શકે છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની કિંમતમાં આવતા મહિને કોમર્શિયલ વાહનોની કિંમતમાં ત્રણ ટકા સુધીનો વધારો કરી શકે છે.
તમામ મોડલની કિંમતમાં બે ટકા સુધીનો વધારો
હોન્ડા કાર્સ ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે તેના તમામ મોડલની કિંમતમાં બે ટકા સુધીનો વધારો કરવામાં આવશે. જાન્યુઆરી 2025ની શરૂઆતથી તેના મોડલની કિંમતમાં 2 ટકા સુધીનો વધારો કરશે. કાચા માલના ખર્ચમાં વધારો થવાના કારણે તેના ભાવમાં નવા વર્ષથી ભાવ વધારો કરવામાં આવશે.
આ પણ વાંચો: કેવી રીતે સતાધારનો પાડો થયો પીર, જેને મારવા જતા કટરના કટકા થયેલા
ટાટાના વાહનો પણ થશે મોંઘા
ટાટાના તમામ વાહનોની કિંમતમાં વધારો થશે. ટ્રક અને બસો માટે 2 ટકા સુધીના ભાવ વધારાની જાહેરાત કરી છે. ઇનપુટ કોસ્ટમાં વધારો કરવાના કારણે વાહનોના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જોકે સારી વાત એ છે કે કંપનીએ એમ પણ કહ્યું છે કે કિંમતમાં વધારો મોડલ પ્રમાણે ઉપર નીચે થશે.