વેપારીને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવતા ભાઈ-બહેન સામે ગુનો ફરિયાદ નોંધાઈ
મિહિર સોની, અમદાવાદ: શહેરના કૃષ્ણનગર પોલીસ મથકે ભાઈ બહેન વિરુદ્ધ ખંડણીની ફરિયાદ નોંધાઈ છે. એક વેપારી સાથે મિત્રતા કેળવી અલગ અલગ ગુનામાં ફસાવવાની ધમકી આપી રુપિયા પડાવ્યા હતા. સાથે જ વેપારી કમલેશ પટેલ સાથે મિત્રતા રાખી આરોપી મહિલાએ 11 લાખ રુપિયા પડાવી લીધા છે.
તો બીજી તરફ 1 કરોડ ની ખંડણી માંગવામાં આવી હતી. જો તે ન આપે તો વેપારીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જે મુજબ આરોપી યુવતીએ વેપારી વિરુધ્ધ નરોડા પોલીસ મથક ખાતે બળાત્કારની ફરિયાદ પણ કરી હતી. જોકે પોલીસ તપાસ બાદ સામે આવ્યું કે ભાઈ બહેનની કરતુત ને લઈ પરિવારે પણ તેમની સાથે છેડો ફાડી નાખ્યો છે. તેમ છતા હજી પોતાના મોજશોખ પુરા કરવા માટે લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે. જે અંગે પોલીસે બન્ને ભાઈ બહેન વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.