May 18, 2024

ઉત્તરાખંડના મસૂરીમાં ભયાનક અકસ્માત, 6 વિદ્યાર્થીઓના મોત

ઉત્તરાખંડ: મસૂરીમાં એક ભયાનક અકસ્માત થયો છે. કાર ખાડામાં પડી છે જેમાં IMS કોલેજના 4 છોકરાઓ અને 2 છોકરીઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ટોટલ 6ના મોત થતાની સાથે પોલીસ વિભાગમાં પણ ખળભળાટ મચી ગયો છે. હાલ કોઈ પણ મૃતકની ઓળખાણ થઈ નથી. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે આ વિદ્યાર્થીઓ દેહરાદૂન IMS કોલેજના વિદ્યાર્થીઓ હતા.

બચાવ કાર્ય શરૂ કર્યું
આ દુર્ઘટનાની માહિતી મળતા જ મસૂરી પોલીસ ફાયર સર્વિસ અને એસડીઆરએફની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. બનાવની જાણ થતાની સાથે 108 એમ્બ્યુલન્સ દ્વારા દહેરાદૂન ઉચ્ચ કેન્દ્રમાં મોકલવામાં આવી હતી. પરંતુ અફસોસ 6માંથી કોઈ બચી શક્યું ના હતું. ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે આ ચાર યુવક અને બે યુવતી દેહરાદૂન IMS કોલેજમાં અભ્યાસ કરી રહ્યા હતા. ચુનાખાન પાસે તેમની કાર કાબૂ બહાર નીકળી ગઈ અને ઊંડી ખાડીમાં પડી ગઈ હતી.

આ પણ વાંચો: ઉદ્ધવ જૂથના નેતાનું હેલિકોપ્ટર લેન્ડ થતાની સાથે જ ક્રેશ, પાયલોટ ઘાયલ

અકસ્માત સ્થળે દોડી આવ્યા
આ બનાવ બનતાની સાથે આસપાસના લોકો તરત ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. લોકોએ પોલીસને જાણી કરી હતી. અકસ્માતની જાણ થતાની સાથે પોલીસે તરત કામે લાગી હતી. પોલીસે તેની ફાયર સર્વિસ અને એસડીઆરએફને અકસ્માત સ્થળ પર મોકલ્યા હતા. જે જગ્યા પર અકસ્માત થયો હતો તે જગ્યા પર ઉંડો ખાડો હતો. જેના કારણે કારને બહાર કાઢવામાં ઘણી મહેનત કરવી પડી હતી. રેસ્ક્યુ ટીમ ખાડા પર પહોંચી ત્યારે 4 વિદ્યાર્થીઓના મોત થઈ ગયા હતા. છોકરીઓ શ્વાસ લઈ રહી હતી. તેને સારવાર માટે દેહરાદૂન હાયર સેન્ટર લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે તેનું પણ મોત થયું હતું.