News 360
March 31, 2025
Breaking News

જમ્મુ-કાશ્મીરની નવયુગ ટનલમાં ભયાનક અકસ્માત, 12 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Jammu kashmir: જમ્મુ કાશ્મીરના બનિહાલમાં એક ભયાનક અકસ્માત થયો. બનિહાલ-કાઝીગુંડ નવયુગ ટનલમાં મુસાફરોથી ભરેલી બસ અકસ્માતનો ભોગ બની. આ અકસ્માત બુધવારે સાંજે થયો હતો. આ બસ અકસ્માતમાં ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે બનિહાલ-કાઝીગુંડ નયુગ ટનલની અંદર એક SRTC બસ અકસ્માતનો ભોગ બની હતી. બસ અકસ્માતમાં અત્યાર સુધીમાં 12 લોકો ઘાયલ થયા છે. જ્યારે, 5 લોકોને જીએમસી અનંતનાગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અકસ્માત કેવી રીતે થયો?
અધિકારીઓએ જણાવ્યું હતું કે જમ્મુથી શ્રીનગર જઈ રહેલી બસ ટક્કર ટાળવાનો પ્રયાસ કરી રહી હતી પરંતુ કાઝીગુંડ-બનિહાલ ટનલની દિવાલ સાથે અથડાઈ અને પલટી ગઈ. અધિકારીઓએ જણાવ્યું કે બસ જમ્મુથી શ્રીનગર જઈ રહી હતી ત્યારે સુરંગમાં આ અકસ્માત થયો. તેમણે કહ્યું કે અકસ્માતમાં ઓછામાં ઓછા 12 લોકો ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યાંથી પાંચને જીએમસી અનંતનાગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો: દિલ્હીમાં ગરમીએ તોડ્યો રેકોર્ડ! હવામાન વિભાગે લોકોને કરી આવી અપીલ

ડૉ. શુગફ્તા સલામ એમએસ કાઝીગુંડે જણાવ્યું હતું કે અમને ઘાયલ લોકો મળ્યા છે, જેમાંથી પાંચને કાઝીગુંડ હોસ્પિટલમાંથી જીએમસી અનંતનાગ ખસેડવામાં આવ્યા છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે બસ અકસ્માત બાદ ટનલની અંદરનો ટ્રાફિક સ્થગિત કરી દેવામાં આવ્યો હતો અને તમામ ઘાયલોને સારવાર માટે કાઝીગુંડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.