February 22, 2025

મહાકુંભથી અયોધ્યા જતી વખતે ગંભીર અકસ્માત, 8 લોકોના કમકમાટીભર્યા મોત

Mahakumbh 2025: પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલી ટાટા સુમો જૌનપુરના બાદલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભયાનક અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માતમાં 8 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને 3 ડઝનથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી અને અકસ્માતગ્રસ્તોને મદદ કરી. ટાટા સુમો અને ટ્રક વચ્ચેની ટક્કર એટલી ભયંકર હતી કે 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

અકસ્માત કેવી રીતે થયો?
પ્રયાગરાજ મહાકુંભમાં પવિત્ર સ્નાન કરવા ગયેલા ભક્તોથી ભરેલી ટાટા સુમો એક ભયાનક અકસ્માતનો ભોગ બની હતી જેમાં 8 ભક્તોના દુઃખદ મૃત્યુ થયા હતા. આ અકસ્માતના પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે સુમો રાશન ભરેલા ટ્રક સાથે અથડાઈ હતી. લોકોએ જણાવ્યું કે અકસ્માત એટલો ભયાનક હતો કે ડ્રાઇવર અને બે મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા. આ અકસ્માતમાં લગભગ 3 ડઝન લોકો ઘાયલ થયાના અહેવાલ છે.

અકસ્માત પછીનો દર્દનાક વીડિયો સામે આવ્યો
આ અકસ્માત બાદ એક દર્દનાક વીડિયો સામે આવ્યો છે. ટ્રક સાથે અથડાયેલી ટાટા સુમોની હાલત એટલી ખરાબ છે કે તમે કલ્પના કરી શકો છો કે અકસ્માત કેટલો ગંભીર હતો.

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી
અકસ્માત થતાં જ સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને ઘાયલોને હોસ્પિટલમાં લઈ ગઈ.