December 23, 2024

ભરૂચ દુષ્કર્મ મામલે હોસ્પિટલના RMOએ આપ્યું નિવેદન, બાળકીની હાલત વધુ લથડી…

Bharuch: ભરૂચના ઝઘડિયામાં બાળકી પર દુષ્કર્મની ઘટનાને લઈને રાજ્યભરમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ બાળકીની હાલત ગંભીર છે. બાળકી સયાજી હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે. ત્યારે હવે આ સમગ્ર ઘટનાને લઈને સયાજી હોસ્પિટલના RMOનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, બાળકીની હાલત વધુ લથડી રહી છે. બાળકી રિસ્પોન્સ આપી શકતી નથી. આ સિવાય બાળકીના બ્લડ પ્રેશરમાં ઉતાર ચડાવ થઈ રહ્યો છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, બાળકી સતત ડોકટરના નિરીક્ષણ હેઠળ છે. છેલ્લા 2 દિવસમાં 3 યુનિટ લોહી ચડાવવાના આવ્યું છે. જોકે, પીડિતા બાળકીની હાલત હજુ પણ નાજુક છે. ઓપરેશન અને અન્ય સારવાર બાદ પણ બાળકીના શરીરમાં ઇન્ફેક્શન યથાવત છે. સયાજી હોસ્પિટલના બાળ રોગ વિભાગના 10થી વધુ ડોકટરની ટીમ બાળકીની સારવારમાં લાગી છે.

આ પણ વાંચો: રાજ્યમાં નકલી ડોક્ટરોનો રાફડો ફાટ્યો, રાજકોટમાંથી ઝડપાયો વધુ એક ‘બોગસ ડોક્ટર’