September 14, 2024

યશસ્વીનો ‘યશ’ રાજસ્થાનને મળશે? ટીમમાં ચિંતાનું મોજું

IPL 2024માં રાજસ્થાન રોયલ્સનું અત્યાર સુધી શાનદાર પ્રદર્શન રહ્યું છે. ટીમે ચાર મેચ રમી છે અને તે તમામમાં જીત મેળવી છે. પરંતુ યશસ્વી જયસ્વાલ તેના માટે કંઈ ખાસ કરી શક્યો નથી. એવરેજ પર્ફોમન્સને કારણે આ ખેલાડી અત્યારે ચર્ચામાં છે. જોકે, મેચમાં બેલેન્સ કરવામાં ખેલાડી સારો પુરવાર થઈ રહ્યો છે. યશસ્વીએ ચારેય મેચ રમી છે. પરંતુ આ દરમિયાન તે ફ્લોપ સાબિત થયો છે. રાજસ્થાનની આગામી મેચ ગુજરાત ટાઇટન્સ સાથે છે. આ મેચમાં સાઈ સુદર્શન અને ઉમેશ યાદવ તેની મુશ્કેલીઓ વધારી શકે છે. યશસ્વી રાજસ્થાનને યશ અપાવી શકશે કે નહીં એ અત્યારે કહેવું મુશ્કેલ છે. કારણ કે, એનું પર્ફોમન્સ સામાન્ય રહ્યું છે.

ચારેય મેચ રમી
યશસ્વીએ આ સિઝનમાં અત્યાર સુધીમાં 4 મેચ રમી છે. આ દરમિયાન કુલ 39 રન બનાવ્યા છે. તે લખનૌ સુપર જાયન્ટ્સ સામે 24 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી, તે દિલ્હી કેપિટલ્સ સામે માત્ર 5 રન બનાવીને આઉટ થયો હતો. યશસ્વી મુંબઈ ઈન્ડિયન્સ સામે 10 રન બનાવીને આઉટ થયો હતો. તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. આ મેચમાં શૂન્ય પર આઉટ થયો હતો. સતત ઓછા થતા રનને કારણે રાજસ્થાનની ટીમ બેટિંગ ઓર્ડરને લઈને ચિંતામાં છે. કારણ કે અગાઉની મેચમાં આ ખેલાડી ખાસ કોઈ સ્કોર કરી શક્યો નથી.

આ પણ વાંચો: કમિન્સને પછાડીને અર્શદીપ આગળ, બનાવ્યો આ નવો રેકોર્ડ

છેલ્લી સિઝન યાદગાર
યશસ્વી માટે છેલ્લી સિઝન શાનદાર રહી હતી. તેણે આ સિઝનમાં 14 મેચમાં 625 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે એક સદી અને પાંચ અડધી સદી ફટકારી હતી. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 124 રન હતો. IPL 2024માં યશસ્વીનો અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ સ્કોર 24 રન હતો. તેઓ હજુ પણ સંઘર્ષ કરતા જોવા મળે છે. એના ટોપસ્કોર પર નજર કરવામાં આવે તો આ વર્ષ ગત કરતા આ પહેલાની ટુર્નામેન્ટના આંક અત્યારના સ્કોર કરતા ઘણા મોટા રહ્યા છે. પડકાર જનક બોલરને રીતસરના ધોવામાં આ ખેલાડી સફળ પુરવાર થયો હતો. પણ આ સીઝનમાં ખાસ કંઈ ચાલ્યો નથી.

જયપુરમાં રમાશે મેચ
રાજસ્થાનની આગામી મેચ ગુજરાત સાથે છે. આ મેચ બુધવારે જયપુરમાં રમાશે. ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ સાઇ સુદર્શન અને ઉમેશ યાદવ આ મેચમાં અજાયબી કરી શકે છે. જો આ બંને ખેલાડીઓ નીકળી જશે તો રાજસ્થાન માટે જીત આસાન નહીં હોય. સુદર્શને આ સિઝનમાં ટીમ માટે સૌથી વધુ રન બનાવ્યા છે. સુદર્શને 5 મેચમાં 191 રન બનાવ્યા છે. તે એકંદર યાદીમાં બીજા સ્થાને છે. ઉમેશ યાદવે શાનદાર બોલિંગ કરી છે અને 5 મેચમાં 6 વિકેટ લીધી છે.