સરકારી ગેંરટીવાળી PPF સ્કીમમાં કેટલી વખત કરાવી શકો છો Extension? જાણો તમામ માહિતી
PPF Account Extension Rules: આજકાલ તો રોકાણના તમામ સાધન છે પરંતુ પીપીએફને એક સારી સ્કીમ માનવામાં આવે છે. EEE કેટેગરીમાં આવતી સરકારી ગેંરટીવાળી આ સ્કીમ લોંગ ટર્મમાં સારૂં એવું ફંડ એકત્રિત કરાવી આપે છે. સાથે જ ત્રણ પ્રકારે ટેક્સ પણ બચાવે છે. PPFમાં રોકાણ તેના પર મળતા વ્યાજ અને મેચ્યોરિટી પર મળતી રકમ, ત્રણેય સંપૂર્ણ રીતે ટેક્સ ફ્રી હોય છે.
પીપીએફમાં મિનિમમ 500 રૂપિયાથી લઈ 1,50,000 રૂપિયા સુધીનું વાર્ષિક રોકાણ કરી શકાય છે. હાલના સમયમાં પીપીએફ પર 7.1 ટકાના હિસાબે વ્યાજ મળે છે. આ સ્કીમ 15 વર્ષમાં મેચ્યોર થઇ જાય છે પરંતુ જો તમે તેનો ફાયદો આગળ પણ ઉઠાવવા માંગો છો તો તેને 5-5 વર્ષના બ્લોકમાં એક્સટેંડ કરી શકો છો. અહીંયા જાણો પીપીએફનું એક્સટેંશન કેટલી વખત કરાવી શકાય છે અને એક્સટેંશન કરાવવા માટે શું કરવું જોઇએ.
જાણો એક્સટેંશનનો નિયમ
પીપીએફ એક્સટેંશનના મામલે રોકાણકારો પાસે બે પ્રકારના વિકલ્પ હોય છે. પ્રથમ- કોન્ટ્રીબ્યૂશનની સાથે એકાઉન્ટ એક્સટેંશન અને બીજો, રોકાણ વિના એકાઉન્ટ એક્સટેંશન. જો તમે 15 વર્ષની મેચ્યોરિટી બાદ રકમ ઉપાડતા નથી તો તમારૂં એકાઉન્ટ આપોઆપ એક્સટેંડ થઇ જાય છે. જેનો ફાયદો તે છે કે તમારા PPF એકાઉન્ટમાં , જેટલી પણ રકમ જમા છે, તેના પર પીપીએફની ઘણનાના હિસાબે વ્યાજ મળતું રહે છે અને ટેક્સ છૂટ પણ લાગૂ રહે છે. આ સિવાય તમે આ એકાઉન્ટ દ્વારા ગમે તે સમયે પૈસા ઉપાડી શકો છો. તમે ઈચ્છો તો સંપૂર્ણ પૈસા પણ ઉપાડી શકો છો. જેમા તમારે એફડી અને સેવિંગ એકાઉન્ટની સુવિધા મળે છે.
આ પણ વાંચો: હવે દામિની અને મેઘદૂત એપ કહેશે વીજળી ક્યારે પડશે
5-5 વર્ષના બ્લોકમાં ક્યારે થાય છે એક્સટેંશન?
જો તમે પીપીએફના માધ્યમથી મોટી રકમ જવા કરાવવા માંગો છો અને કોન્ટ્રીબ્યૂશનની સાથે એકાઉન્ટ એક્સટેંશન કરાવવા માંગો છો તો આ આવી સ્થિતિમાં એકાઉન્ટને 5-5 વર્ષના બ્લોકમાં એક્સટેંશન કરાવી શકો છો. તમે તમારી જરૂરીયાત અનુસાર, એકાઉન્ટ એક્સટેંશન કરાવી શકો છો. પરંતુ કોન્ટ્રીબ્યૂશનની સાથે એકાઉન્ટને એક્સટેંશન કરાવવા માટે તમારે બેંક અથવા પોસ્ટ ઓફિસ જ્યાં તમારૂ ખાતું છે ત્યાં એપ્લિકેશન આપવાની રહેશે. આ એપ્લિકેશન તમને મેચ્યોરિટીની તારીખથી 1 વર્ષ પૂર્ણ થાય તે પહેલા આપવાની રહેશે અને એક્સટેંશન માટે એક ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ તેજ પોસ્ટ ઓફિસ/બેંક બ્રાંચમાં જમા કરાવવાનું રહેશે, જ્યાં PPF એકાઉન્ટ ખોલાવવામાં આવ્યું છે. જો તમે સમય રહેતા આ ફોર્મને જમા કરાવી શક્તા નથી તો તમે એકાઉન્ટમાં પોતાનું યોગદાન આપી શક્શો નહીં.
એક્સટેંશન સાથે જોડાયેલા નિયમો યાદ રાખો
- પ્રથમ શરત પીપીએફ એક્સટેંશન માત્ર ભારતમાં રહેતા નાગરિકો જ કરાવી શકે છે. કોઇ અન્ય દેશની નાગરિક્તા લઈ ચૂકેલા ભારતીય નાગરિકોએ પીપીએફ ખાતા ખોલાવવાની કે કોઇ ખાતું પહેલાથી જ છે તો તેના એક્સટેંશનની અનુમતિ મળતી નથી.
- પીપીએફ એક્સટેંશન માટે સૌથી પહેલા તો તમારે બેંક અથવા પોસ્ટ ઓફિસ, જ્યાં પણ તમારૂં ખાતું છે ત્યાં એક એપ્લિકેશન આપવાની રહેશે. આ એપ્લિકેશન તમને મેચ્યોરિટીની તારીખથી 1 વર્ષની અંદર આપવાની રહેશે.
- જો તમારી એપ્લિકેશન પર પીપીએફ ખાતાની અવધિને 5 વર્ષ માટે વધારી દેવામાં આવે છે તો તમારે દર વર્ષે ઓછામાં ઓછા 500 રૂપિયા વાર્ષિક જમા કરાવવાના હોય છે. જો તમારે આ મિનિમમ રકમને જમા કરાવી શક્તા નથી તો તમારા એકાઉન્ટને બંધ કરી દેવામાં આવે છે. તેને ફરીથી શરૂ કરાવવા માટે તમારે 50 રૂપિયા પ્રતિવર્ષના હિસાબે પેનલ્ટી આપવાની રહેશે.
- PPF Extensionનો વિકલ્પ પસંદ કર્યા બાદ તમારે પોતાના ખાતામાંથી માત્ર એક જ વખત પૈસા નિકાળી શકો છો. ઉપાડેલી રકમ તમારી મેચ્યોરિટીની તારીખ સુધી જેટલી રકમ હતી તેના60 ટકા સુધીની હોય શકે છે.