July 18, 2024

Bigg Boss OTT 3: રસ્તા પર વડાપાંવ વેચીને કેટલી કમાણી કરે છે ચંદ્રિકા દીક્ષિત

Bigg Boss OTT 3: ઓટીટી પર ધમાલ મચાવવા માટે બિગ બોસ 3 આવી ગયું છે. આ શોની શરૂઆત 21 જૂને થઈ ગઈ છે. આ વખતે શોની કમાન સલમાન ખાનના સ્થાને અનિલ કપુરના હાથમાં સોંપવામાં આવી છે. આ શોમાં દરેક ફિલ્ડના સ્પર્ધકોને બોલાવાવમાં આવ્યા છે. શોમાં આ વખતે ગામડાના વ્યક્તિથી લઈ પત્રકાર, સ્ટાર્સ, યુટ્યુબર અને ઈંફ્લુએંસરે એન્ટ્રી લીધી છે. આવી જ એક ઈંફ્લુએંસર છે દિલ્હીની વડાપાંવ ગર્લ એટલે કે ચંદ્રિકા દીક્ષિત. ચંદ્રિકાની જિંદગી જેટલી સ્ટ્રગલફુલ રહી છે એટલી જ વિવાદોથી ભરેલી રહી છે, ચંદ્રિકા ભલે રોડના કિનારે એક વડાપાંવની લારી ચલાવતી હોય પરંતુ તેની એક દિવસની કમાણી જાણીને તમે પણ ચોંકી જશો.

એક દિવસમાં આટણી કમાણી કરે છે વડાપાંવ ગર્લ
ખરેખરમાં શોમાં એન્ટ્રી કરતા જ ચંદ્રિકાએ બિગબોસના ઘરમાં પોતાના અંગત જીવનને લઈ ઘણા રાજ ખોલ્યા છે. તેણે ઘરના સદસ્યોને ‘ભંડા’ વિવાદને લઈ પોલીસ સાથે થયેલી પોતાના વિવાદ વિશે વાત કરી હતી. સાથે જ પોતાની રોજની સેલેરી જણાવીને સૌ કોઈને ચોંકાવી દીધા હતા. તેણે જણાવ્યું કે, તે દિલ્હીના રસ્તાઓ પર વડાપાંવ વેચીને પ્રતિ દિવસ 40,000 રૂપિયાની કમાણી કરી લે છે. તેની દરરોજની કમાણી સાંભળને સૌ કોઈ ચોંકી ગયા હતા. માત્ર આટલું જ નહીં ચંદ્રિકાએ પોતાને ટ્રોલ કરવાને લઈ પણ વાત કરી હતી. તેણે કહ્યું,‘લોકો કોમેન્ટ કરે છે તે એમનું કામ છે. ઘણા તો એવા પણ છે જે બીજાની કહાનીઓ અને સંઘર્ષોને જાણ્યા વિના જ તેમના જીવન વિશે કોમેન્ટ કરે છે.’

આ પણ વાંચો: ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા બાદ સોનાક્ષી સિન્હા ધર્મ બદલશે?

બિગ બોસ ઓટીટી 3ના ઘરમાં પહોંચ્યા સ્પર્ધકો
બિગ બોસ ઓટીટી 3 શોમાં આ વખતે નીરજ ગોયત, સના મકબૂલ, સાઈ કેતન રાવ, પૌલમી દાસ, અરમાન મલિક, પાયલ મલિક, કૃતિકા મલિક, શિવાની કુમારી, સના સુલ્તાન, દીપક ચૌરસિયા, ચંદ્રિકા દીક્ષિત, વિશાલ પાંડે, લવ કટારિયા, મૈક્સએક્સટર્ન, રૈપર નૈજીએ એન્ટ્રી કરી છે.