May 8, 2024

Bank Fraud પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’, લાખો ફેક નંબર બ્લોક

Bank Fraud: આજના સમયમાં ઓનલાઈન છેતરપિંડીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે સરકાર માટે તે પડકાર બની ગયું છે. બેન્કિંગ ફ્રોડના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગ સતત એવા લોકો ઉપર કાર્યવાહી કરી રહ્યું છે જેમાંથી જથ્થાબંધ એસએમએસ અથવા પૈસાના ફોર્ડ માટે કોલ કરવામાં આવે છે. બેન્કિંગ ફ્રોડ રોકવા માટે સરકારે ‘સર્જિકલ સ્ટ્રાઈક’ હાથ ધરી છે. તમને જણાવી દઈએ કે તેમાં 1.4 લાખથી વધુ નકલી મોબાઈલ નંબર બ્લોક કરી દેવામાં આવ્યા છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) અને ઈન્ડિયન બેન્કિંગ એસોસિએશન (IBA)ના સંયુક્ત પ્રયાસોથી આ કાર્યવાહી કરવામાં આવી છે.

ગુનેગારોને કાબૂમાં લેવા પ્રયાસ
એક રિપોર્ટમાં આપેલી માહિતી અનુસાર આ નકલી નંબરોનો ઉપયોગ બેન્કિંગ છેતરપિંડી, નાણાકીય કૌભાંડો અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે કરવામાં આવી રહ્યો હતો. આ નંબરો બ્લોક કરીને સરકારે આ ગુનેગારોને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો છે. બેન્કિંગ ફ્રોડના વધતા જતા મામલા વચ્ચે સરકારનું આ પગલું મહત્વપૂર્ણ કહી શકાય છે. ભારતીય રિઝર્વ બેંકે આપેલા એક અહેવાલ અનુસાર બેન્કિંગ છેતરપિંડીના કેસોમાં 12% નો વધારો થયો છે.

આ નંબરો બ્લોક
નોંધણી સમયે ખોટી માહિતી આપવામાં આવી હતી અને KYC માટે દસ્તાવેજો સબમિટ કર્યા નથી. શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ છે. આ કાર્યવાહી કરવાના કારણે બેન્કિંગ ગ્રાહકોને મોટી રાહત થશે. જેના કારણે બેન્કિંગ છેતરપિંડીનો ભોગ બનવાની ચિંતા ઓછી થશે. આ પગલાં લેવાના કારણે સરકાર બેન્કિંગ છેતરપિંડી અટકાવવામાં અને બેન્કિંગ ગ્રાહકોને સુરક્ષિત રાખવામાં સફળ થશે. તમને જણાવી દઈએ કે DoTએ અગાઉ પણ કાર્યવાહી કરી છે. જેમાં ઘણા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.