December 17, 2024

Digital Arrest Scamને કેવી રીતે ઓળખશો?

Digital Arrest Scam: આજના સમયમાં સાયબર ગુનાઓમાં વધારો સતત થઈ રહ્યો છે. જેમાં ખાસ કરીને ડિજિટલ અરેસ્ટ સ્કેમ ચર્ચામાં છે. આ ડિજિટલ અરેસ્ટ સ્કેમમાં પીડિતને પોલીસ, સરકારી અધિકારી અથવા કાનૂની એજન્સીના અધિકારી બનીને ઢોંગ કરીને છેતરે છે. જો તમે આવા કોઈ સ્કેમનો શિકાર બનવા માંગતા નથી તો તેના બચવાના ઉપાયો જાણી લો.

શું છે ડિજિટલ ધરપકડ કૌભાંડ?
નકલી અધિકારી બનીને પીડિતને છેતરવામાં આવે છે. જેમાં દંડ ભરવા માટે તેને બેંક વિગતો શેર કરવા અથવા ઓનલાઈન ચુકવણી કરવા માટે કહેવા માટે કહેવામાં આવે છે. કલાકો સુધી વીડિયો કોલ કરીને તે ચર્ચામાં જોડી રાખવામાં આવે છે.

ડિજિટલ ધરપકડ કૌભાંડ કેવી રીતે ઓળખવું?

શંકાસ્પદ નંબરો: જો તમને શંકાસ્પદ નંબરથી મેસેજ આવે છે તો તમારે સાવધાન થઈ જવું જોઈએ. આ કૌભાંડ ડિજિટલ ધરપકડનું હોય શકે છે.

ધમકીભરી ભાષા: તમને કોઈ કોલ આવે છે તેમાં ધમકીભરી ભાષાનો ઉપયોગ કરવામાં આવે તો સાવધાન થઈ જશો. મેસેજ અથવા ઈમેલમાં પણ ધમકીભરી ભાષાનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી પણ ચેતી જવું.

આ પણ વાંચો: ICC 2025 ચેમ્પિયન્સ ટ્રોફીનું શેડ્યૂલ આજે થઈ શકે છે જાહેર

તાત્કાલિક પગલાં લેવાનું દબાણ: તમને કોઈ પણ દંડ ભરવા માટે તાત્કાલિક કહેવામાં આવે તો તમારી સાથે કૌભાંડ થયું હોય તેવું બની શકે છે.