July 7, 2024

મહાશિવરાત્રિએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભક્તોની ભારે ભીડ

સોમનાથ: આજે મહાશિવરાત્રિના મહા પર્વ પર સોમનાથમાં વહેલી સવારથી ભક્તોની ભીડ ઉમટી છે. આજના પવિત્ર દિવસે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી છે. હર હર મહાદેવના નાદ સાથે શિવ ભક્તો મહાદેવની આરાધનામાં ભક્તિમય બની ગયા છે.

સોમનાથ મહાદેવ મંદિર ખાતે સવારથી જ લાંબી લાઇનો લાગી છે. આજે ખાસ સોમનાથ મહાદેવને વિશેષ શૃંગાર સાથે મહામૃત્યુંજય યજ્ઞ સહિતના પૂજા વિધિઓ પણ કરવામાં આવશે. મહાશીવરાત્રિને લઇને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો ભક્તોએ મહાદેવજીના દર્શન કરીને ધન્યતા અનુભવી છે.

આજનો દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતીની આરાધના કરવા માટે સૌથી મોટો દિવસ છે. નોંધનીય છે કે, ફાગણ મહીનાના કુષ્ણ પક્ષની ચૌદશના દિવસે મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે. તો વહેલી સવારે 4 વાગ્યાથી સોમનાથ મહાદેવના દ્વાર ખુલ્લા મુકાયા છે.