December 8, 2024

સુરેન્દ્રનગર સ્વામિનારાયણ મંદિર ખાતે હિંડોળા દર્શનથી ભક્તોએ ધન્યતા અનુભવી

સુરેન્દ્રનગર: સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર માનવામાં આવતા સુરેન્દ્રનગર શહેરના જવાહર ચોક સ્થિત સ્વામીનારાયણ મંદિર ખાતે વર્ષોની પરંપરા મુજબ શ્રાવણ માસમાં હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું.

સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલ જવાહર ચોક ખાતેના સ્વામિનારાયણ મંદિરે પરંપરાગત રીતે શ્રાવણ માસ દરમિયાન હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવે છે જેમાં અલગ અલગ 12 પ્રકારના હિંડોળા બનાવવામાં આવે છે. જેમાં ચલણી નોટ સુકો મેવો થરમોકોલ અનાજ કઠોળ આભલા સહિતના હિંડોળા બનાવવામાં આવે છે. જેના દર્શનાર્થે માત્ર સુરરેન્દ્રનગર નહીં પરંતુ બહાર ગામથી પણ લોકો દર્શનાર્થે આવે છે ત્યારે અહીં મોટી સંખ્યામાં ભક્તો ની ભીડ જોવા મળે છે. ત્યારે, ભક્તો આ હિંડોળાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

આ હિંડોળા અલગ અલગ પ્રકારના બનાવવા માટે 20 દિવસથી વધુ સમય પહેલા મંદિરના હરિભક્તો મંદિરના સાધુ સંતો દ્વારા તૈયાર કરવામાં આવે છે હિંડોળા દર્શન દરમિયાન હિમાલય મહાદેવની પ્રતિમા સહિત અલગ અલગ ભગવાનના મૂર્તિઓ પણ દર્શનાર્થે મુકવામાં આવે છે જેમાં ભક્તો અને બાળકોમાં અલગ અલગ પ્રકારના હિંડોળા આકર્ષણનું કેન્દ્ર રહે છે