July 1, 2024

T20 World Cup 2024 Final Match પહેલા ICCની મોટી જાહેરાત

IND vs SA: T20 વર્લ્ડ કપ 2024 ની બંને ફાઇનલિસ્ટ ટીમો આવતીકાલે આમને સામને આવશે. ભારત અને દક્ષિણ આફ્રિકાની મેચ ખુબ ખાસ રહેવાની છે. ક્રિકેટ ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ મહામેચ પહેલા ICCએ એક મોટી જાહેરાત કરી છે.

ICCની મોટી જાહેરાત
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આવતીકાલે મેચ છે. આ પહેલા ICCએ એક મોટી જાહેરાત કરી છે. જેમાં ન્યૂઝીલેન્ડના ક્રિસ ગેફની અને ઈંગ્લેન્ડના રિચર્ડ ઈલિંગવર્થ ફાઈનલ મેચમાં ઓન-ફીલ્ડ અમ્પાયર તરીકે સેવા આપશે. આની સાથે ઈંગ્લિશ અમ્પાયર રિચર્ડ કેટલબરોને થર્ડ અમ્પાયર બનાવામાં આવશે. રોડ ટકરને ચોથા અમ્પાયરની ભૂમિકા સોંપવામાં આવી છે.

કમનસીબ અમ્પાયર
અમ્પાયર રિચર્ડ કેટલબરોની વાત કરવામાં આવે તો તે ટીમ ઈન્ડિયા માટે ખુબ કમનસીબ અમ્પાયર માનવામાં આવે છે. કારણ કે છેલ્લા 10 વર્ષમાં ટીમ ઈન્ડિયા 2014 ટી20 વર્લ્ડ કપની ફાઈનલ, 2023 વર્લ્ડ કપની ફાઈનલ, 2021 અને 2023 ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ અને 2017ની ચેમ્પિયનશિપ ટ્રોફીની ફાઈનલ હારી ગઈ છે. આ મેચ દરમિયાન રિચર્ડ કેટલબરોનું નામ પણ સામેલ હતું. . આવી સ્થિતિમાં ટી20 વર્લ્ડ કપ ફાઇનલમાં તેમની એન્ટ્રી થતા તે ભારતીય ચાહકોને નારાજ કરી શકે છે.

આ પણ વાંચો: IND vs SA Final Weather Report: ફાઇનલના દિવસે વરસાદ બનશે વિલન?

અંતિમ પિચ રિપોર્ટ
બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં બોલિંગ અને બેટિંગમાં સમાન સ્પર્ધા જોવા મળે છે. આ મેદાન પર ઝડપી બોલરોને બાઉન્સ સાથે બોલને સ્વિંગ કરવાનો મોકો પણ મળે છે. આ મેચ દરમિયાન ટોસની ખાસ ભૂમિકા જોવા મળે છે. આ મેદાનમાં કુલ 32 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. જેમાં પહેલા બેટિંગ કરનાર ટીમે 19માં અને લક્ષ્યનો પીછો કરનાર ટીમનો 11માં વિજય મળ્યો છે. અહીં સૌથી વધુ રન ચેઝ 172 રન છે. જેના કારણે બંને ટીમોની નજર મોટો સ્કોર બનાવવા પર રહેશે.