ICC Champions Trophy 2025: ચેમ્પિયન બન્યા પછી ટીમ ઈન્ડિયાને ‘વ્હાઇટ બ્લેઝર કેમ મળ્યું?

ICC Champions Trophy 2025: ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં 9 માર્ચ, 2025નો દિવસ અમર બની ગયો છે. ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડને હરાવીને ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતી લીધો છે. ટીમ ઈન્ડિયાની જીત બાદ સેલિબ્રેશનના ફોટો વીડિયો ખૂબ વાયરલ થયા હતા. આ સમયે ટીમ ઈન્ડિયાના ખેલાડીએ ‘વ્હાઇટ બ્લેઝર પહેર્યા છે. હવે તમને સવાલ થતો હશે કે ચેમ્પિયન બન્યા પછી ટીમ ઈન્ડિયાને સફેદ કોટ કેમ મળ્યો? આવો જાણીએ.
આ પણ વાંચો: હોળી પર આ પાંચ મીઠાઈ બનાવો, મહેમાનો થઈ જશે રાજીના રેડ
ટીમ ઈન્ડિયાને સફેદ બ્લેઝર કેમ મળ્યું?
ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટ વર્ષ1998 માં શરૂ કરવામાં આવી છે. પરંતુ વિજેતા ટીમને સફેદ બ્લેઝર આપવાની પરંપરા 2009માં શરૂ કરવામાં આવી છે. ICC ની સત્તાવાર વેબસાઇટ પર આ વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં ICC અનુસાર, સફેદ કોટ ‘સન્માનના બેજ’ તરીકે આપવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો, સફેદ કોટ વિજેતા ટીમ પ્રત્યે આદર, નિશ્ચય અને મહાનતા દર્શાવવા માટે આપવામાં આવે છે. ઓસ્ટ્રેલિયા પહેલી ટીમ હતી જેને સન્માનના પ્રતીક તરીકે સફેદ કોટ આપવામાં આવ્યો હતો.