November 23, 2024

શું ટીમ ઈન્ડિયા આ વખતે ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024નું ટાઈટલ જીતશે?

ICC Womens T20 World Cup 2024:  T20 વર્લ્ડ કપ 2024ને હવે એક મહિનો બાકી રહ્યો છે. 3 ઓક્ટોબરથી ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024 શરૂ થવાનો છે. પહેલી વખત આ મોટી ટુર્નામેન્ટ UAEમાં રમાશે. હાલ તમામ ટીમો પોતાની તૈયારીઓમાં વ્યસ્ત જોવા મળી રહી છે. ટીમ ઈન્ડિયા ફરી વાર હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં ફરી મેદાનમાં ઉતરવાની છે.

ઓસ્ટ્રેલિયન ટીમનો દબદબો
ભારતીય મહિલા ટીમ અત્યાર સુધી T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતી શકી નથી. વર્ષ 2020માં માત્ર એક જ વાર ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે. ત્યારે પણ ઓસ્ટ્રેલિયાની ટીમ સામે હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. આ સમયે એવી આશા હતી કે પહેલી વખત ટાઈટલ જીતવાનું સપનું પુર્ણ થશે. પરંતુ તે પણ અધૂરું રહી ગયું હતું. ઓસ્ટ્રેલિયન ટીમ અત્યાર સુધીમાં 6 વખત ટાઈટલ જીતી છે. એટલે એવું કહી શકાય કે અત્યાર સુધીમાં સૌથી વધારે દબદબો ઓસ્ટ્રેલિયન ટીમનો જોવા મળ્યો છે.

આ પણ વાંચો: Paralympics 2024: યોગેશ કથુનિયાનો કમાલ, ભારતના નામે સિલ્વર મેડલ

મહિલા T20 વર્લ્ડ કપ માટે ટીમો અને જૂથો

ગ્રુપ A: ઓસ્ટ્રેલિયા, ભારત, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, શ્રીલંકા
ગ્રુપ B: દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ, સ્કોટલેન્ડ

T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય મહિલા ટીમ
દીપ્તિ શર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટેઇન), યાસ્તિકા ભાટિયા હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા,(વિકેટેઇન), પૂજા વસ્ત્રાકર, અરુંધતિ રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર, દયાલન હેમલતા, આશા શોભના. , રાધા યાદવ , શ્રેયંકા પાટીલ , સજના સજીવન.

મહિલા T20 વર્લ્ડ કપમાં ભારત તેની મેચો ક્યારે રમશે?
4 ઑક્ટોબર: ભારત vs ન્યુઝીલેન્ડ, સિલહેટ
6 ઑક્ટોબર: ભારત vs પાકિસ્તાન, સિલહેટ
9 ઑક્ટોબર: ભારત vs ક્વોલિફાયર 1, સિલ્હેટ
13 ઑક્ટોબર: ભારત vs ઑસ્ટ્રેલિયા, સિલ્હેટ