July 2, 2024

ઇઝરાયેલ હમાસ યુદ્ધમાં માર્યા ગયેલા પત્રકારોને લઈને IDFએ કર્યો મોટો દાવો

ઇઝરાયેલ: “એક લડાઈ એસી ભી…” યુદ્ધનું કોઈ પરિણામ નથી, માત્રને માત્રને નિર્દોષ લોકોને ભોગ એજ યુદ્ધ. આ શબ્દ કોઈ આજના સમયનો તો છે નહીં, રાજા રજવાડા ખતમ થઈ ગયા આજ યુદ્ધના શબ્દ ઉપર. તે સમયમાં અને આ સમયમાં સમાનતા માત્ર એ છે કે તે સમયના રાજાઓ અને આજના સમયના પ્રધાનમંત્રીઓ એ નથી સમજતા કે આ યુદ્ધમાં સામાન્ય લોકોના જીવ જઈ રહ્યા છે અને માસુમના મોત થઈ રહ્યા છે. પણ અહિંયા એ વાત પણ સાચી છે કે પોતાના પરિવારનું કોઈ ખોવાઈ તો માણસને ખબર પડે કે દુઃખ, દર્દ અને પીડા શું હોય. ત્યારે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધનો કોઈ અંત જોવા મળી રહ્યો નથી.

આતંકવાદી સંગઠનના સભ્યો
આ યુદ્ધમાં અત્યાર સુધીમાં કેટલા લોકોના મોત થયા તે કહેવું પણ મુશ્કેલ છે. અનેક પરિવારે પોતાના વ્હાલસોયાને ગુમાવ્યા છે. આ યુદ્ધમાં પત્રકારો પણ મોતને ભેટ્યા છે. ત્યારે આ વચ્ચે ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે માહિતી આપી છે કે દક્ષિણ ગાઝાના રફાહ વિસ્તારમાં થયેલા હુમલામાં માર્યા ગયેલા અલ જઝીરાના પત્રકાર તરીકે ઓળખાણ આપેલા બે લોકો આતંકવાદી સંગઠનના સભ્યો હતા.

આ પણ વાચો: રાજનાથ સિંહ લંડનમાં યુકેના પીએમ ઋષિ સુનકને મળ્યા, કહી આ મોટી વાત

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે( IDF)આપી માહિતી
બુધવારે મોડી રાત્રે ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે( IDF)ટ્વિટર (X)પર માહિતી આપતા જણાવ્યું હતું કે પત્રકાર હમઝા અલ-દહદૌહ અને મુસ્તફા થુરિયા ગાઝા સ્થિત આતંકવાદી સંગઠનોના સભ્યો હતા. તારીખ 7 જાન્યુઆરીના રોજ, સૈનિકોના માર્ગદર્શન હેઠળના એક IAF એરક્રાફ્ટે રફાહ નજીક ડ્રોનના સંચાલકોને નિશાન બનાવ્યા હતા. બાદમાં તેમની ઓળખ કરવામાં આવી તો અલ-દહદૌહ અને થુરિયા તરીકે આપી હતી. ઇઝરાયેલી સૈન્યએ જે માહિતી આપી તે અનુસાર તેમણે ડ્રોન ચલાવતા એક આતંકવાદીનું અવલોકન કર્યું હતું જે જોતા તેમને લાગ્યું કે ડ્રોન ચલાવનાર સૈનિકોને ઇજા પહોંચાડી શકે છે. જેના કારણે સૈનાએ આ ડ્રોન ચલાવનાર ઉપર હુમલો કર્યો હતો.

સામૂહિક વિરોધ
ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) ના પ્રોસિક્યુટર ઑફિસ તરફથી ખાતરી મળી છે કે તે ઇઝરાયેલ વચ્ચેના પ્રચંડ તણાવ વચ્ચે પત્રકારોનું રક્ષણ કરવાનું ચાલુ રાખશે. પેરિસના મીડિયાએ આપેલી માહિતી અનુસાર છેલ્લા ત્રણ મહિનામાં ઓછામાં ઓછા 79 મીડિયાકર્મીઓ માર્યા ગયા છે, વધુમાં વધુ કેટલા માર્યા ગયા તેનો કોઈ આંકડો નથી. ગાઝામાં હમાસ યુદ્ધ. વિરુદ્ધ ગુનાઓ અને અત્યાચારોની તપાસ કરવામાં આવશે.

આ પણ વાચો: ઇસ્લામિક દેશમાં રચાયો ઈતિહાસ, મદીના મસ્જિદના દ્વારે પહોંચ્યા હિન્દુ નેતા