ઈરાન, લેબનોન અને ગાઝા પર મોટા હુમલાની તૈયારીમાં IDF: ઇઝરાયેલ મીડિયાનો દાવો
Israel Hezbollah War: ઈરાન અને લેબેનોન વચ્ચે ગાઝા યુદ્ધની ગરમી સતત વધી રહી છે. બેરૂતમાં ઈઝરાયેલની સેના સતત હિઝબુલ્લાહને નિશાન બનાવી રહી છે. હવે ઇઝરાયેલી મીડિયાએ યુદ્ધની તૈયારીઓને લઇને મોટો ખુલાસો કર્યો છે. ઇઝરાયલી મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇઝરાયેલી સેના એક સાથે અનેક મોરચે મોટા પાયે હુમલાની તૈયારી કરી રહી છે.
મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છ એ કે ઈરાન તરફથી ઈઝરાયેલ પર મિસાઈલ હુમલાના જવાબમાં IDF ઈરાન પર ખતરનાક હુમલાની તૈયારી કરી રહ્યું છે. તેના માટે, હાલમાં IDF તેના ટાર્ગેટ પસંદ કરી રહ્યું છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ઇઝરાયેલના અધિકારીઓ તેમના પશ્ચિમી સહયોગીઓ હુમલામાં ભાગ લેશે તેવી અપેક્ષા રાખી રહ્યા છે. આ ત્યારે થઈ રહ્યું છે જ્યારે આ વિસ્તારમાં અમેરિકી દળોના વડા જનરલ માઈકલ કુરિલા ઓપરેશન અંગે ચર્ચા કરવા આજે ઈઝરાયેલ પહોંચે તેવી અપેક્ષા છે.
હિઝબુલ્લાહ કમાન્ડર સહિત 2 હજારથી વધુ લોકોના મોત
ઇઝરાયેલના મીડિયા અહેવાલો જણાવે છે કે ઇઝરાયેલની સેના ગાઝા નેટઝારિમ કોરિડોરની આસપાસ લશ્કરી દાવપેચ ચલાવવાની યોજના બનાવી રહી છે કારણ કે યુદ્ધને એક વર્ષ થવા આવ્યું છે. ઇઝરાયેલના અહેવાલો અનુસાર, લેબનોનમાં જરૂરિયાત મુજબ વધુ ઓપરેશન હાથ ધરવામાં આવશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી ઇઝરાયેલી દળોએ દક્ષિણ લેબનોનમાં મર્યાદિત ઓપરેશન હાથ ધર્યા છે, જે આગામી દિવસોમાં વિસ્તારવામાં આવશે. ગયા વર્ષે યુદ્ધ શરૂ થયું ત્યારથી ઇઝરાયેલના હુમલામાં 2,000 થી વધુ લેબનીઝ લોકો માર્યા ગયા છે.
કહેવાઈ રહ્યું છે કે લેબનોનમાં ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં હિઝબુલ્લાહ ચીફ હસન નસરાલ્લાહ માર્યો ગયો હતો, જેનો બદલો લેવા ઇરાને ઇઝરાયેલ પર મિસાઇલ હુમલો કર્યો હતો. હવે ઈઝરાયેલ ફરી એકવાર ઈરાનને જવાબ આપશે.