November 22, 2024

તમારા ચહેરા પર પણ ખાડા પડી ગયા છે તો આ રહ્યો ઉપાય

Beauty Tips: ચહેરા પર પિંપલ, એક્ને સ્કાર્સની સમસ્યા હવે સામાન્ય બની ગઈ છે. સામાન્ય રીતે આ સમસ્યા ટીનએજથી લઈને યંગસ્ટર્સ સુધી વધારે જોવા મળે છે. જે કેટલાક ઘરેલું નુસ્ખા અને બ્યૂટી પ્રોકડ્કટના ઉપયોગ બાદ બધુ સારુ થઈ જાય છે, પરંતુ ઘણા લોકોને પિંપલ બાદ ચહેરા પણ નિશાન અને ખાડાઓ પડી જાય છે. તો આવા નિશાનથી છુટકારો મેળવવા માટે આજે અમે તેમને કેટલાક સરળ ઉપાય જણાવીશું. જો તમે પણ એ નિશાનોથી પરેશાન છો તો આજે તમારા માટે ખુબ જ ઉપયોગી આર્ટિકલ છે.

શા માટે થાય છે બોક્સકાર સ્કાર્સ
ખીલના કારણે પડી ગયેલા ખાડાને બોક્સકાર સ્કાર્સ કહેવામાં આવે છે. મહત્વનું છેકે, ખીલની અંદર ઘણી વખત હાર્ડ સિસ્ટ બની જતી હોય છે, જ્યારે એ ખીલ સરખું થઈ જાય છે ત્યારે ટિશ્યુ ડૈમેજ થઈ જાય છે. તેના કારણે ત્વચાને હેલ્દી રાખતું પ્રોટીન એટલે કે કોલેજન પાછુ નથી આવતું. જેના કારણે ચહેરા પર ગઢ્ઢા બની જાય છે.કઈ પ્રોકડ્ટનો ઉપયોગ કરવો?
ખીલ પછી થયેલા બોક્સકાર સ્કારને સરખા કરવા ખુબ જ ચેલેન્જિંગ છે. કારણ કે પિગમેન્ટેડ એરિયયાની ત્વચા પર ડેન્ટ ખુબ જ વધી જાય છે. જે નિશાન કોઈ પણ બ્યૂટી પ્રોડક્ટ કે ઘરેલું નુસ્ખાથી સરખા નથી થઈ શકતા. ડોક્ટરની સલાહથી પુરી ટ્રિટમેન્ટ લેવાની જરૂર છે.

બોક્સકાર સ્કાર્સ માટેની ટ્રિટમેન્ટ
ચહેરા પર બોક્સકાર સ્કાર્સની ટ્રિટમેન્ટની વાત કરવામાં આવે તો કોઈ એક્સપર્ટની સલાહથી માઈક્રોડમાબ્રેશન ફેશિયલ કરાવી શકો છો. આ ફેશિયલ સાધારણ રીતે નહીં, પરંતુ મશીનથી કરવામાં આવે છે. જે ત્વાચામાં કેલેજનના પ્રમાણને વધારવામાં મદદ કરે છે. આ ફેશિયલ કરાવવાથી તમે સારા એવા પ્રમાણમાં બોક્સકાર સ્કાર્સથી છુટકારો મેળવી શકો છો. આ ક્રિયા એવા જ સ્કાર્સ પર કામ કરે છે જે વધારે ખરાબ અને ઊંડા ન હોય. જો તમારી ચહેરાની ત્વચા પર વધારે ઊંડા ખાડા પડી ગયા હોય તો એક્સપર્ટની સલાહ બાદ જ કોઈ ઉપાય કરવા જોઈએ.