અનુરાગ કશ્યપે નીકાળી ભડાસ, મને મળવું છે તો થોડીક મિનિટોના આપવા પડશે લાખો
મુંબઈ: અનુરાગ કશ્યપે શનિવારે એક પોસ્ટ કરીને લોકોને ચોંકાવી દીધા છે અને તેની આ પોસ્ટ વાયુવેગે વાયરલ થઇ રહી છે. તેણે કહ્યું કે હવેથી તે ઇન્ડસ્ટ્રીમાં આવનારા નવા લોકોને મળવા માટે ફી લેશે. અનુરાગ પોતાની ફિલ્મોમાં નવી ટેલેન્ટને તક આપે છે. તેમની ફિલ્મોના ઘણા કલાકારો આજે ઇન્ડસ્ટ્રીમાં મોટું નામ બની ગયા છે. માનવામાં આવે છે કે તે નવા આવનારાઓને ઘણી મદદ કરશે. પરંતુ હવે એવું થવાનું નથી. તેમણે કહ્યું કે ઘણી વખત આવા લોકોને મળ્યા પછી એવું લાગે છે કે તેમનો સમય વેડફાઈ રહ્યો છે.
પૈસા લીધા પછી અનુરાગને મળશે
અનુરાગે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, ‘મેં નવા આવનારાઓની મદદ કરવામાં ઘણો સમય બગાડ્યો અને મોટા ભાગના સામાન્ય હતા. હવેથી હું એવા લોકોને મળવામાં મારો સમય બગાડવા માંગતો નથી કે જેઓ વિચારે છે કે તેઓમાં કઇક અલગ પ્રતિભા છે. તેથી હવે હું ચાર્જ કરીશ. જો કોઈ મને 10-15 મિનિટ માટે મળવા માંગે છે તો હું 1 લાખ રૂપિયા, અડધા કલાક માટે 2 લાખ રૂપિયા અને 1 કલાક માટે 5 લાખ રૂપિયા ચાર્જ કરીશ. આ ભાવ છે. હું લોકોને મળવામાં સમય બગાડતા કંટાળી ગયો છું. જો તમને લાગતું હોય કે તમને પરવડે તો મને ફોન કરો અથવા દૂર રહો અને આગળ તેણે હાથ જોડી ઈમોજી પણ મૂક્યૂં છે.
View this post on Instagram
પોસ્ટ પર યૂઝર્સે કરી કોમેન્ટ
કોમેડિયન સંદીપ શર્માએ પોસ્ટ પર ટિપ્પણી કરી, ‘શું તમે ઓરીમાંથી ટ્રેનિંગ લીધી છે? તે ફોટા માટે પૈસા માંગે છે. સની લિયોન લખે છે, ‘આમીન.’ શેખર કપૂર કહે છે, ‘સાચું કહું તો અનુરાગ… હું પણ ઘણીવાર એવું જ અનુભવું છું.’ અનુરાગની પુત્રી આલિયા કશ્યપે કહ્યું, ‘હું તેને મારા DM અને ઈમેઈલમાં મોકલી રહી છું જેઓ તમને આપવા માટે મને સ્ક્રિપ્ટ્સ મોકલતા રહે છે.’
અનુરાગ મલયાલમ ફિલ્મમાં જોવા મળશે
અનુરાગ ટૂંક સમયમાં મલયાલમ ઈન્ડસ્ટ્રીમાં એક્ટર તરીકે ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. તે ડિરેક્ટર આશિક અબુની આગામી ફિલ્મ ‘રાઈફલ ક્લબ’માં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે ઓણમના અવસર પર રિલીઝ થશે.