સહકારિતામાં ઈલું ઇલું? રાદડિયાની જીતને લઈ IFFCOના ચેરમેન દિલીપ સંઘાણીનું નિવેદન
IFFCO Director Election: દેશમાં હાલ લોકસભા ચૂંટણી 2024નો માહોલ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ 7 મેના રોજ 25 બેઠકો માટે મતદાન કરવામાં આવ્યું હતું તો બીજી બાજુ સહકારી સંસ્થાના ડિરેક્ટર (IFFCO Election Director) ઉમેદવાર માટે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઈફ્કોની ડિરેક્ટર પદની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના સહકારી નેતા જયેશ રાદડિયાની જીત થઈ છે. બિપીન પટેલ સામે જયેશ રાદડિયાની શાનદાર જીત થઈ છે. જયેશ રાદડિયાએ ભાજપના જ સત્તાવાર ઉમેદવારને પછાડી શાનદાર જીત મેળવી છે. જ્યેશ રાદડિયાએ 113 મત મળ્યા છે. કુલ 180 લોકોએ મતદાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભાજપના આ બંને નેતાઓ ઈફ્કોમાં ડિરેક્ટરના પદ એકમત ન થતા ચૂંટણી યોજાઈ હતી.
ઇફ્કો ચૂંટણીનું પરિણામ જાહેર
જયેશ રાદડીયાને મળ્યા 113 મત, બિપીન પટેલને 67 મત મળ્યા
ઇફ્કોની ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત#IFFCO #Jayeshradadiya #gujarat #News #NewsCapitalGujarat #JaneCheGujarart pic.twitter.com/BUg7zXCEIZ— NewsCapital Gujarat (@NewsCapitalGJ) May 9, 2024
જયેશ રાદડિયાની જીતને લઈ IFFCOના ચેરમેન દિલીપ સંઘાણીનું નિવેદન
IFFCOના ચેરમેન દિલીપ સંઘાણીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, લોકસાહીમાં સંકલન એટલે લોકશાહી ઢબે સહકારી આગેવાનોએ મતદાન કરી પરિણામ લેવાય. આ પરિણામને કોઇ ‘ઇલુ ઇલુ’ તરીકે જોતા હોય તો આવું કેનારને મારે પૂછવું છે કે સવારે કોંગ્રેસમાં હોય બપોરે પાર્ટીમાં આવે અને પછી તેને ટિકિટ આપવામાં આવે કેટલા લોકો ગુજરાતમાં છે. જેથી કાર્યકર્તાઓ દુ:ખી છે, એને ઇલુ ઇલુ કહેવાય કે ભાજપના જ લોકો ચૂંટાય તેને ઇલુ અલુ કહેવાય. અહીં તો સવારે કોંગ્રેસમાં હોય અને બપોરે પાર્ટીમાં આવે અને પછી ચૂંટાઇ જાય તો આ ક્યાંનું ઇલુ ઇલુ છે. જોકે વાત તો એવી હોવી જોઇએ કે ભાજપમાં રહીને ભાજપામાં જ હોય તેને ઇલુ ઇલુ હોય.
જયેશ રાદડિયાને 180માંથી 114 મત મળ્યા
નોંધનીય છે કે, જયેશ રાદડિયા હાલ રાજકોટની જેતપુર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે. આ ઉપરાંત રાદડિયા રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મળી હતી કે ગુજરાતના 181માંથી પૈકી 121 મતદારો જયેશ રાદડીયાના સમર્થનમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો. આ ચૂંટણીમાં 180 મત પૈકી 113 મત સાથે જેતુપરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ વિજય મેળવ્યો છે. શરૂઆતના બોક્સની મત ગણતરીમાં બિપિન પટેલને 39 અને ધારાસભ્ય જયેશ રાદડિયા 60 મત મળ્યા હતા અને બીજા બોક્સની મત ગણતરીના સમયે આ લીડ સાથે 180 પૈકી 113 મત સાથે ધારાસભ્ય જયેશ રાદડિયાએ ભાજપ મેન્ડેટ વગર ભાજપના મેન્ડેટ ઉમેદવાર બિપિન પટેલ સામે શાનદાર વિજય મેળવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, હાલમાં ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી ઇફ્કોના ચેરમેન પદે છે. દિલીપ સંઘાણી ગુજરાત ભાજપના મજબૂત નેતા છે. બીજી બાજુ પાટીદાર સમાજમાંથી આવતા ભાજપના દિગ્ગજ નેતા વિઠ્ઠલ રાદડિયાના પુત્ર જયેશ રાદડિયાનું રાજકોટમાં તેમનું ખૂબ જ સારુ વર્ચસ્વ છે. સાથે સાથે રાદડિયા રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે. જયેશ રાદડિયા જામકંડોરણા જેતપુર બેઠક પરથી હાલમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે.