November 27, 2024

Ind W vs Uae W: T20 Internationalમાં ભારતીય મહિલા ટીમે રચ્યો ઈતિહાસ

India Women Team vs UAE Team Asia Cup: ભારતીય મહિલા ટીમનું એશિયા કપ 2024 માં ખૂબ જ સારું પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ટીમ ઈન્ડિયાની પહેલી મેચમાં પાકિસ્તાનની ટીમે 7 વિકેટે હરા આપી હતી. એશિયા કપમાં ભારતીય મહિલા ટીમ અને UAEની મહિલા ટીમ વચ્ચે મેચ અત્યારે મેચ રમાઈ રહી છે. જેમાં UAEની કેપ્ટન ઈશા રોહિત ઓજાએ ટોસ જીત્યો હતો અને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે તેમનો નિર્ણય ખોટો સાબિત થયો હતો. કારણ કે ભારતીય બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને મોટો સ્કોર બનાવ્યો હતો.

અડધી સદી ફટકારી હતી
UAE સામે ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરી હતી. જેમાં ટીમ ભારતે 20 ઓવરમાં 201 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ માટે હરમનપ્રીત કૌર અને રિચા ઘોષે શાનદાર પ્રદર્શન કર્યું હતું. હરમનપ્રીતે 66 રન અને રિચા ઘોષે 64 રન બનાવ્યા હતા. શેફાલી વર્માએ 37 રન બનાવ્યા હતા. આ ખેલાડીઓના કારણે ટીમ ભારત મોટો સ્કોર બનાવવામાં સફળ રહી હતી. આવું પહેલી વાર બન્યું કે ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં 200 પ્લસ રન બનાવ્યા છે.

આ પણ વાંચો: આવતીકાલે એશિયા કપ 2024માં ભારત-પાકિસ્તાનની મહિલા ટીમો વચ્ચે ટક્કર

મહિલા ટીમના સર્વોચ્ચ સ્કોર
T20 ઇન્ટરનેશનલમાં ભારતીય મહિલા ટીમના સર્વોચ્ચ સ્કોરની વાત કરવામાં આવે તો યુએઈ સામે-201 રન , ઈંગ્લેન્ડ સામે -198 રન, ન્યુઝીલેન્ડ સામે 198 રન , ઓસ્ટ્રેલિયા સામે – 187 રન બનાવ્યા હતા. મહિલા T20 એશિયા કપમાં સૌથી વધુ સ્કોર બનાવનારી ટીમોની વાત કરરવામાં આવે તો ભારતીય મહિલા ટીમ – 201 રન, ભારતીય મહિલા ટીમ – 181 રન, ભારતીય મહિલા ટીમ – 178 રન, પાકિસ્તાન મહિલા ટીમ – 177 રન,ભારતીય મહિલા ટીમ – 169 રન બનાવ્યા હતા.