ગાંજા સાથે પકડાયા IIT બાબા, આત્મહત્યાની ધમકી આપ્યા બાદ પોલીસ તેને હોટલમાંથી લઈ ગઈ

IIT Baba: સોશિયલ મીડિયા પર IIT બાબા તરીકે જાણીતા અભય સિંહની પોલીસે જયપુરમાં અટકાયત કરી છે. અભય સિંહે સોશિયલ મીડિયા પર આત્મહત્યાની ધમકી આપી હતી, ત્યારબાદ શિપ્રા પથ પોલીસ સ્ટેશન રિદ્ધિ સિદ્ધિ પાર્ક ક્લાસિક હોટેલ પહોંચી અને IIT બાબાને કસ્ટડીમાં લીધા.
VIDEO | "There are three-four fake news: one is of suicide, second is of my detention. The only truth in it is that bail was granted then and there… since the case (possession of substance was small)…" says Abhay Singh, alias 'IIT Baba'. pic.twitter.com/jTlNYTjOeu
— Press Trust of India (@PTI_News) March 3, 2025
મળતી માહિતી મુજબ અભય સિંહ પાસેથી ગાંજો મળી આવ્યો છે. તેમની સામે NDPS એક્ટ (Narcotic Drugs and Psychotropic Substances Act) હેઠળ કાર્યવાહી થઈ શકે છે. હાલમાં પોલીસ IIT બાબાની પૂછપરછ કરી રહી છે.