December 23, 2024

દિલ્હી-NCRમાં ફરી થશે વરસાદ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન

અમદાવાદ: ઉનાળો દસ્તક દઈ રહ્યો છે, ત્યારે હવામાનનો અંતરંગી મિજાજ જોવા મળી રહ્યો છે. દેશના દરેક રાજયમાં હવામાનનો ડબલ અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે દિલ્હી-NCRમાં ફરી એકવાર વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જાણો ગુજરાતમાં શુ કરી હવામાન વિભાગે આગાહી?

કેટલાય દિવસોથી હવામાન બગડ્યું
છેલ્લા 20 દિવસથી દેશના મોટા ભાગના રાજયમાં હવામાન બગડ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. પહાડો પર હજુ પણ હિમવર્ષા ચાલી રહી છે. દિલ્હી-એનસીઆરમાં હવામાનમાં શિયાળાની સાથે ચોમાસાનો અનુભવ થઈ રહ્યો છે. દિલ્હી-એનસીઆરમાં દિવસ-રાત ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. બપોરે ભારે તડકો પડી રહ્યો છે અને રાત્રે ફુલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આ સિઝનમાં પહેલીવાર 11 અને 12 માર્ચે તાપમાન 30 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા દિલ્હીમાં જોવા મળી રહી છે.

ઠંડીનું પ્રમાણ ઓછું
બિહારના હવામાનની વાત કરવામાં આવે તો રોજ રોજ ફેરફાર જોવા મળી રહ્યો છે. કયારેક ગરમી તો કયારેક ઠંડી પડી રહી છે. હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર 9 માર્ચથી 13 માર્ચ સુધી જોરદાર ઠંડા પવનો ફૂંકાશે. જેના કારણે લોકો બિમાર પડી શકે છે. યુપીના હવામાનની વાત કરવામાં આવે તો મોટા ભાગના વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ ઓછું થઈ ગયું છે. જેના કારણે યુપીમાં તાપમાનમાં વધારો થઈ ગયો છે. જોકે હવામાન વિભાગની આગાહી અનુસાર 12 માર્ચના વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં હવામાન
ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 7 દિવસની આગાહી કરી છે. જેમાં હવામાન વિભાગની વેબસાઇટ મૂજબ ગુજરાત રાજ્ય, દીવ, દમણ, દાદરા અને નગર હવેલી માટે 7 દિવસની હવામાન આગાહી આપવામાં આવી છે. આ વેબસાઇટ પ્રમાણે આગામી 4-5 દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની કોઈ શક્યતા નથી. જોકે છેલ્લા ઘણા દિવસોથી વાતાવરણમાં બેવડો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદમાં લઘુતમ તાપમાન 17 ડિગ્રી, ગાંધીનગરમાં લઘુતમ તાપમાન 16 ડિગ્રી, વડોદરામાં લઘુતમ તાપમાન 17.2 ડિગ્રી,તો પાલનપુર 14 ડિગ્રી સાથે રાજયનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે.