ગુજરાતમાં ઈ-કાર ખરીદનારા માટે સારા સમાચાર, , EV પરનો ટેક્સ ઘટાડીને 1% કર્યો

Ev Vehicles: રાજ્ય સરકારે ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે EV વાહનો પર 5 ટકા ટેક્સ છૂટ આપી છે. સરકારની 5% ટેક્સ રિબેટ ઓફરની જાહેરાત, EV પરનો ટેક્સ ઘટાડીને 1% કર્યો છે. આ ગ્રીન પહેલ 2026 સુધી માન્ય, VAHAN 4.0 પોર્ટલ પરથી લાભ લઈ શકાશે.

આ પણ વાંચો: રાહુલે પોતાની દીકરીની પહેલી તસવીર શેર કરીને નામ જાહેર કર્યું, જાણો નામનો અર્થ

ટેક્સ ઘટાડા અંગે જાહેરાત 
ગુજરાત સરકારે વર્ષ 2025-26ના બજેટમાં આ ટેક્સ ઘટાડા અંગે જાહેરાત કરી હતી. જેને હવે લાગુ કરી દેવામાં આવી છે. ટકાઉ પરિવહનને રાજ્ય સરકારનું પ્રોત્સાહન માટે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગતવર્ષની સરખામણીએ સુરતમાં 50 ટકા જ ઈલેક્ટ્રિક વ્હીકલનું વેચાણ થયું છે. નવી જાહેરાત થયા બાદ ટેક્સ દર ઘટીને માત્ર 1 ટકા થયો છે ત્યારે આ મામમલે વાહન 4.0 પોર્ટલ પર નોંધણી કરાવી શકાશે.