May 15, 2024

ઈમરાન ખાન 9 વર્ષ બાદ કરશે કમબેક, ગોવામાં શરૂ કર્યું શૂટિંગ

Imran Khan Comeback: આમિર ખાનના ભત્રીજા ઈમરાન ખાને તેની પ્રથમ ફિલ્મ ‘જાને તુ યા જાને ના’ સાથે ડેબ્યૂ કર્યું હતું. ઈમરાન તેની પહેલી ફિલ્મથી જ ઈન્ડસ્ટ્રી પર સ્ટાર બની ગયો હતો. તેની ડેબ્યુ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી, પરંતુ તે પછી ઈમરાન ખાનનો જાદુ લોકો પર ન ચાલ્યો અને તેણે ઈન્ડસ્ટ્રીમાંથી બ્રેક લઈ લીધો. હવે 9 વર્ષ બાદ ઈમરાન ખાન અભિનયની દુનિયામાં પરત ફરી રહ્યો છે. આ ફિલ્મની ખાસ વાત એ છે કે તેનું નિર્દેશન વીર દાસ કરી રહ્યા છે. આ ફિલ્મનું નામ છે હેપ્પી પટેલ અને આ સાથે વીર ડાયરેક્શનમાં પગ મુકવા જઈ રહ્યો છે. ઈમરાન ખાનને મોટા પડદા પર જોવા માટે ચાહકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા.

શૂટિંગ શરૂ થયું
એક અહેવાલ મુજબ, ઈમરાન ખાને ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. તેણે ગોવામાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. ઈમરાન સાથેની ફિલ્મમાં લીડ એક્ટ્રેસ કોણ હશે તે હજુ નક્કી થયું નથી. રિપોર્ટ્સનું માનીએ તો મોના સિંહ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. મોના આમિર ખાનની ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તેણે લાલ સિંહ ચઢ્ઢા, 3 ઈડિયટ્સમાં કામ કર્યું છે.

આ પણ વાંચો: ભૂકંપના ઝટકાથી ધ્રુજી ચીન-મ્યાનમારની ધરા, 4.2ની નોંધાઈ તીવ્રતા

આ છે ફિલ્મનું નામ
ઈમરાન ખાનની કમબેક ફિલ્મનું નામ છે હેપ્પી પટેલ. આ ફિલ્મની ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં આમિર ખાન પણ કેમિયો કરવાના છે. હેપ્પી પટેલની વાત કરીએ તો તે કોમેડીથી ભરપૂર ફિલ્મ બનવા જઈ રહી છે. આ ફિલ્મ આમિર ખાનના પ્રોડક્શન હાઉસ હેઠળ બની રહી છે.

હેપ્પી પટેલ બાદ ઈમરાન ખાન ટૂંક સમયમાં વેબ સિરીઝમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે જાસૂસની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે. ઈમરાને જ્યારથી કમબેક કરવાનો નિર્ણય લીધો છે ત્યારથી તેની પાસે કામ આવવાનું શરૂ થઈ ગયું છે. અંગત જીવનની વાત કરીએ તો ઈમરાન ખાન લેખા વોશિંગ્ટનને ડેટ કરી રહ્યો છે. ઈમરાન હવે લેખા સાથે રહેવા લાગ્યો છે. બંને કરણ જોહરના એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ ગયા છે.