થોડીવારમાં આખુ ભારત રામલલાના સ્વાગત માટે તૈયાર
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને હવે ગણતરીના કલાકો જ બાકી છે. અગાઉ ગત્ત મંગળવાર 16 જાન્યુઆરીથી શરૂ થયેલી શુભ વિધિ રવિવાર 21 જાન્યુઆરી સુધી ચાલુ રહી હતી. નોંધનીય છે કે કાર્યક્રમના મુખ્ય યજમાન પીએમ નરેન્દ્ર મોદી છે. 12:29:08 થી 12:30:32 (12:29:08-12:30:32) વચ્ચેનો મુહૂર્ત પ્રાણ પ્રતિષ્ઠા માટે પસંદ કરવામાં આવ્યો છે.
અયોધ્યામાં કઇ રીતે પ્રવેશ કરાશે
‘પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવમાં આમંત્રિત મહાનુભાવો માટેની માહિતી આપી હતી જેમાં કહ્યું હતું કે ભગવાન શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવમાં પ્રવેશ ફક્ત શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા જારી કરાયેલ એડમિટ કાર્ડ દ્વારા જ કરી શકશે. ફક્ત આમંત્રણ પત્ર મુલાકાતીઓને પ્રવેશ મળશે નહીં. એન્ટ્રી ગેટ પરના QR કોડ સાથે મેચ કર્યા પછી જ પરિસરમાં પ્રવેશ કરી શકાશે. ઉલ્લેખનીય છે કે રામ નગરી અયોધ્યામાં વીવીઆઈપી મહેમાનોનું આગમન રવિવારથી જ શરૂ થઈ ગયું હતું. અયોધ્યામાં આ વિશેષ સમારોહમાં લગભગ 7000 મહાનુભાવો હાજરી આપશે. અગાઉ, ટ્રસ્ટે જણાવ્યું હતું કે, ‘ગભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ મહાનુભાવોને દર્શન આપવામાં આવશે.’ ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, મંદિર પરિસરમાં 121 આચાર્યો હશે જેઓ સમારંભની તમામ ધાર્મિક પ્રક્રિયાઓનું સંકલન, સમર્થન અને માર્ગદર્શન કરશે. શ્રી ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ તમામ પ્રક્રિયાઓનું નિરીક્ષણ, સંકલન અને માર્ગદર્શન કરશે અને કાશીના શ્રી લક્ષ્મીકાંત દીક્ષિત મુખ્ય આચાર્ય તરીકે હાજ રહેશે.
આખો દેશ રામથી ખુશ થઈ ગયો : યોગી આદિત્યનાથ
યોગીએ કહ્યું, ‘શ્રી રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસરના સાક્ષી બનવા આવનાર તમામ અતિથિ મહાનુભાવોનું સપ્તપુરીઓમાં શ્રેષ્ઠ એવા ભગવાન શ્રી રામના પ્રાગટ્ય સ્થાન શ્રી અયોધ્યા ધામમાં હાર્દિક સ્વાગત અને સન્માન કરવામાં આવે છે. જય સિયારામ.’ વધુમાં તેણે કહ્યું, ‘અદ્ભુત, અવિસ્મરણીય, અલૌકિક ક્ષણ! આજે, આદરણીય પીએમ નરેન્દ્ર મોદીજીની ગૌરવપૂર્ણ હાજરીમાં ભગવાન શ્રી રામના પવિત્ર જન્મસ્થળ શ્રી અયોધ્યા ધામમાં ભગવાન શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ પૂર્ણ થવા જઈ રહી છે. આજે પીએમ મોદીના નેતૃત્વમાં અસંખ્ય રામ ભક્તોની રાહ પુરી થવા જઈ રહી છે. શ્રદ્ધા અને ભક્તિના મહાસાગરમાં ડૂબીને આખો દેશ ‘રામમય’ બની ગયો છે. જય શ્રી રામ!’
અયોધ્યામાં પીએમ નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ
- સવારે 10.25 વાગ્યે અયોધ્યા એરપોર્ટ પહોંચ્યા હતા.
- સવારે 10.55 સુધીમાં રામ જન્મભૂમિ મંદિર પહોંચ્યા હતા.
- પ્રાણ પ્રતિષ્ઠા પૂજાનો કાર્યક્રમ બપોરે 12.05 વાગ્યાથી શરૂ થશે.
- શુભ સમય (85 સેકન્ડ) 12:29 મિનિટથી 12:30 મિનિટ 32 સેકન્ડ રહેશે.
- પૂજાનો કાર્યક્રમ 12:55 વાગ્યા સુધીમાં સમાપ્ત થશે.
- બપોરે 1 વાગ્યે કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોને સંબોધશે
- ]બપોરે 2:05 સુધીમાં કુબેર ટીલા પર પહોંચીને શિવ મંદિરમાં પૂજા કરશે.
- બપોરે 3.05 વાગ્યે અયોધ્યાથી દિલ્હી માટે રવાના થશે
रामो विग्रहवान् धर्मः साधुः सत्य पराक्रमः |
राजा सर्वस्य लोकस्य देवानाम् इव वासवः ||आज का दिन सदा के लिए इतिहास के पृष्ठों में स्वर्णाक्षरों में अंकित हो गया। भगवान श्रीराम के जन्मभूमि मन्दिर का भूमि पूजन नव भारत के उत्थान का विजयोत्सव है।
जय श्री राम! pic.twitter.com/kUn325zt6F
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) August 5, 2020
90 વર્ષના એચડી દેવગૌડા અયોધ્યા પહોંચ્યા
ભારતના પૂર્વ વડાપ્રધાન અને જનતા દળ (સેક્યુલર)ના પ્રમુખ એચડી દેવગૌડા અયોધ્યા ખાતે પહોંચ્યા છે. તેમણે કહ્યું હતું કે, આજે અયોધ્યામાં જે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે તે ખૂબ જ ઐતિહાસિક છે. હું પીએમ નરેન્દ્ર મોદીનો પણ આભાર માનું છું…’ તેમણે વિપક્ષી ગઠબંધન I.N.D.I.A.ના નેતાઓના આમંત્રણને નકારવા પર પણ પ્રતિક્રિયા આપી હતી. દેવેગૌડાએ કહ્યું, ‘મને નથી લાગતું કે તેઓએ જે નિર્ણય લીધો છે તે યોગ્ય છે.’ બીજી બાજુ કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમ પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે અયોધ્યા પહોંચી ગયા છે. તેમણે કહ્યું, ‘આ સનાતનના શાસન અને રામ રાજ્યની પુનઃસ્થાપનાનો દિવસ છે. આ દિવસ સદીઓના સંઘર્ષ અને હજારો લોકોના બલિદાન પછી આવ્યો છે. મને લાગે છે કે જો નરેન્દ્ર મોદી પીએમ ન હોત તો આ શક્ય ન બન્યું હોત.