November 22, 2024

ભુજમાં પાલિકાના પાપે જનતા પાણી વગર, ટેન્કર દોડાવ્યા છતાં અછત

નીતિન ગરવા,ભુજ: ઉનાળા શરૂઆત સાથે જ ભુજ શહેરમાં ટેન્કરરાજ જોવા મળી રહ્યું છે. શહેરના અનેક વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે પાણીની સમસ્યા પહોંચી વળવા માટે પાલિકા દ્વારા ટેન્કર દોડવામાં આવી રહ્યા છે.

ટેન્કર દોડાવામાં આવી રહ્યા છે
કચ્છના પાટનગર ગણાતા ભુજ શહેરમાં આજે પણ ટેન્કરરાજ જોવા મળે છે. શહેરમાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે. ત્યારે ઉનાળાની શરૂઆત સાથે જ ભુજમાં પાણીની સમસ્યા સર્જાય છે. શહેરના અનેક વિસ્તારમાં લોકોને ત્રણ – ચાર દિવસે પાણી મળી રહ્યું છે. શહેરમાં ઊભી થયેલી પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે પાલિકા દ્વારા ટેન્કર દોડાવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ક્રેક, ધુરંધરોએ ના પાડીને ધજાગરા કર્યા

ટેન્કર મારફતે પાણી
ઉનાળા લઈને પાલિકા આગોતરું આયોજન કરીને પાણીની સમસ્યા પહોચી વળવા માટે પાલિકા એક્શન પ્લાન તેયાર કર્યો હોવાનો દાવો કર્યો હતો. પરંતુ ઉનાળાના પ્રારંભ સાથે જ ભુજમાં પાણીની સમસ્યા વિકટ બની છે. હાલમાં પાલિકા ચાર પાણીના ટેન્કર દોડાવવામાં આવી રહ્યા છે. જે વિસ્તારમાં પાણી સમસ્યા હોય તેવા વિસ્તારમાં પાલિકા ટેન્કર મારફતે પાણી પહોંચાડે છે.

આપી આ માહિતી
ભુજ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ કિશોરદાન ગઢવીએ પાણી સમસ્યા અંગે વાત કરતા જણાવ્યું હતું કે ‘ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (GWIL)ના અધિકારીઓનું કહેવું છે કે ભુજવાસીઓને દરરોજ પાણી આપો તો પણ ખૂટે એમ નથી તેમ છતાં ભુજ નગરપાલિકાના ભ્રષ્ટ સત્તાધીસોના પાપે ભુજવાસીઓને બસો રૂપિયા ચૂકવીને પાણી લેવો પડે છે. તે અત્યંત દુઃખ બાબત છે. ભુજ પાલિકાનું GWIL પર પાણીનું અંદાજિત 150 સો કરોડ જેટલી રકમનું ચુકવણું બાકી છે એના લીધે પાણી સમસ્યા મુદ્દે GWIL ને ભુજ પાલિકાના સત્તાધીસો કંઈ કઈ નથી શકતા કે શું ?’

વિકટ સમસ્યા સર્જાય
પાણીની સમસ્યા મામલે સતાધીશોનું કહેવું છે કે થોડા દિવસ અગાઉ નર્મદાનું પાણી બંધ થવાથી થોડી સમસ્યા સર્જાય હતી. હાલમાં રાબેતા મુજબ તમામ વિસ્તારને પીવાનું પાણી મળી રહ્યું છે. પરંતુ ઉનાળાની શરૂઆત સાથે જ ભુજમાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે આગામી દિવસોમાં પાણીની વિકટ સમસ્યા સર્જાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.