રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ, મહેસાણામાં મેઘો અનરાધાર
ગાંધીનગર: રાજ્યમાં મેઘો અનરાધાર વરસી રહ્યો છે. જેના કારણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં તો પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. મહેસાણા, દ્વારકા, ખંભાળીયા, પ્રાંતિજ અને હોસોટમાં તો મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદના આંકડા પર નજર કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં રાજ્યના 114 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે તો રાજ્યના 99 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે.
પાટણમાં બે દિવસથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,
આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ…#Rain #Monsoon #weather #Patan #Gujarat #NewsCapitalGujarat #JaneCheGujarat pic.twitter.com/KJTNPpndmU— NewsCapital Gujarat (@NewsCapitalGJ) July 30, 2024
ઉત્તર ગુજરાતના સૌથી વધુ મહેસાણામાં સવા 7 ઈંચ વરસાદ ખાબક્યો છે જેના કારણે અહીં નદી નાળાઓ ભરાયા છે અને રોડ-રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે. ત્યાં જ પ્રાંતિજમાં સાડા 6 ઈંચ, વિસનગરમાં સવા 6 ઈંચ, હાંસોટમાં સાડા 5 ઈંચ, વિજાપુરમાં સવા 5 ઈંચ, લુણાવાડામાં સવા 5 ઈંચ, વડગામમાં 5 ઈંચ, જોટાણામાં પોણા 5 ઈંચ, ખંભાતમાં સાડા 4 ઈંચ, તલોદ અને હિંમતનગરમાં સાડા 4 ઈંચ વરસાદ નોંધાયો છે. તો માણસામાં સાડા 4 ઈંચ, મોડાસામાં સવા 4 ઈંચ, કપરાડામાં સવા 4 ઈંચ, વડોદરામાં 4 ઈંચ, મેઘરજમાં પોણા 4 ઈંચ, બાયડમાં પોણા 4 ઈંચ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો: નિવૃત્ત પોલીસ પુત્રએ કરી મિત્રની હત્યા, સસ્પેન્સ થ્રિલર ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવી કહાની
સાંતલુરમાં સવા 3 ઈંચ, નડિયાદમાં 3 ઈંચ, વડનગર અને બહુચરાજીમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉંઝામાં 3 ઈંચ, વાપીમાં પોણા 3 ઈંચ, ધરમપુરમાં પોણા 3 ઈંચ, પાલનપુરમાં પોણા 3 ઈંચ, ધોળકામાં અઢી ઈંચ વરસાદ, ખાનપુરમાં અને દહેગામમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે.
છેલ્લા 2 કલાકમાં રાજ્યના 71 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 2 કલાકમાં વરસેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો 7 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 64 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ સરસ્વતીમાં સવા 2 ઈંચ વરસાદ નોંધાયો છે. ખંભાળીયામાં 2 ઈંચ, ખેડામાં દોઢ ઈંચ, પાટણમાં દોઢ ઈંચ, બેચરાજી અને કાલાવાડમાં સવા 1 ઈંચ, વિસનગરમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.